Gujarat budget 2024: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ

Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.

Gujarat budget 2024

શૈક્ષણિક ઉત્કર્ષ

આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈએમઆરએસ મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1 લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ

અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ.

આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે 539 કરોડનું આયોજન.

સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના 70 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 269 કરોડની જોગવાઈ.

સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની જોગવાઇ.

પ્રિ-મેટ્રિકના આશરે 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 176 કરોડની જોગવાઈ.

દૂધ સંજીવની યોજના અંતર્ગત 150 કરોડની જોગવાઇ.

ધો. 1 થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 13 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ.

અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3900 વિદ્યાર્થીઓ માટે 23 કરોડની જોગવાઇ.

ધો, 9માં અભ્યાસ કરતી અંદાજે 39 હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા 21 કરોડની જોગવાઈ.

ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા 14 કરોડની જોગવાઈ.

રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 6 કરોડની જોગવાઈ.

આર્થિક ઉત્કર્ષ

મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ 134 કરોડની જોગવાઈ.

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 35 કરોડની જોગવાઇ.

આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000 થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ.

માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા 17 કરોડની જોગવાઈ.

આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સોરી શરૂ કરવા માટે ડૉક્ટર્સને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે 13 કરોડની જોગવાઇ.

સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 13 કરોડની જોગવાઇ.

આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા માટે 6 કરોડની જોગવાઇ.

અન્ય

અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 33 કરોડની જોગવાઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X