Gujarat Budget: જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઇ કરાઇ
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું છે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે 9705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget: આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ 2022ની ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ પોતાની ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જળસંપત્તિ પ્રભાગ માટે 9705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે. ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોંચાડવાનું સુદ્રઢ માળખુ સરકારે ઊભું કર્યું છે.
સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકિય સુવિધાઓ ઊભી કરવા માટે પણ સરકાર કાર્યરત છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મક્યા છે. સરકારે કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાનમાં રાખીને આ વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 82 ટકાનો વધારો સૂચવ્યો છે.
- અંદાજિત 4320 કરોડના ખર્ચે નર્મદાના વધારાના પાણીના કચ્છ વિસ્તારમાં વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનો માટે 1970 કરોડની જોગવાઇ.
- સૌરાષ્ટ્રમાં વિવિધ ચેકડેમોને જોડી નર્મદાના પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી સૌની યોજનાની ખૂટતી કડીઓ માટે 725 કરોડની જોગવાઈ.
- અંદાજિત 1566 કરોડની કસરાથી દાંતીવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડની જોગવાઈ.
- ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રકચરમાં રૂપાંતર કરી તેની પુન:રચના કરવા માટે 300 કરોડની જોગવાઈ.
- ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે જળસંચય યોજના અંતર્ગત 272 કરોડની જોગવાઇ.
- પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે 195 કરોડની જોગવાઇ.
- અંદાજિત 1020 કરોડની ઉકાઇ જળાશય આધારિત સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે 175 કરોડની જોગવાઇ.
- સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે 150 કરોડની જોગવાઈ.
- ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટગ માટે 150 કરોડની જોગવાઈ.
- અંદાજિત 711 કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે 130 કરોડની જોગવાઇ.
- અંદાજિત 192 કરોડની ડીંડરોલથી મૂકતેશ્વર પાઇપલાઇન યોજના માટે 109 કરોડની જોગવાઈ.
- દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં આવેલ નદીઓ ઉપર ચેકડેમો, બેરેજો, વિયર વગેરે બનાવવા માટે 103 કરોડની જોગવાઈ.
- વાત્રક જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 100 કરોડની જોગવાઇ.
- કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો જેવા જળસંગ્રહના કામો માટે 80 કરોડની જોગવાઈ.
- અંદાજિત 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજના માટે 80 કરોડની જોગવાઇ.
- અંદાજિત 132 કરોડની પાનમ જળાશય આધારિત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે 70 કરોડની જોગવાઇ.
- મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સિરીઝ ઓફ ચેકડેમ બાંધવા માટે 55 કરોડની જોગવાઈ.
- અંદાજિત 110 કરોડની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે 50 કરોડની જોગવાઇ.
- કડાણા જળાશય આધારિત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 45 કરોડની જોગવાઇ.
- મેશ્વો જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 45 કરોડની જોગવાઇ.
- પ્રગતિ હેઠળની અંદાજિત 551 કરોડની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન યોજના માટે 30 કરોડની જોગવાઈ.
- વડોદરા જિલ્લામાં મહી નદી પર પોઇચા ગામે વિયર માટે 10 કરોડની જોગવાઇ.
ભાડભૂત યોજના
સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે 5400 કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- આ યોજનાથી પાણી સંગ્રહની સાથેસાથે પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે. આ યોજના માટે 1415 કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના
સરદાર સરોવર યોજના દેશની એક અગત્યપની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે, જે ગુજરાતની જીવાદોરી સમાન છે. આ યોજના પૂર્ણ થતાં હાલમાં અંદાજે 10 હજાર ગામો અને 176 શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે જેની કુલ લંબાઇ અંદાજે 70 હજાર કિલોમીટર છે. નર્મદા યોજનાના કમાન્ડલ હેઠળ અંદાજે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલી છે, જેથી આ વિસ્તારની કાયાપલટ કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમ અને કેનાલ પર 1450 મેગાવોટની કુલ સ્થાસપિત ક્ષમતા વાળા બે જળવિદ્યુત મથકો કાર્યરત છે.
- આ જળવિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધી અંદાજે 6 હજાર કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયું છે. ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાનસમી સાબિત થઇ છે. આ યોજના માટે 5950 કરોડની જોગવાઇ.
- કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઇ.
- કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે 675 કરોડની જોગવાઇ.
- નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન તેમજ જાળવણીની કામગીરી માટે 178 કરોડની જોગવાઇ.
- નર્મદા કમાન્ડન વિસ્તારમાં સિંચાઇના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે 100 કરોડની જોગવાઇ.
- ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પર વીજ મથકોની સ્થાપના, જાળવણી અને મરામત માટે 50 કરોડની જોગવાઈ.
સૂક્ષ્મ સિંચાઇ
ઉપલબ્ધ પાણીમાંથી સિંચાઇ ક્ષેત્રમાં વધારો કરવા માટે આપણું રાજ્ય સૂક્ષ્મ સિંચાઇનો મહત્તમ ઉપયોગ કરી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરે તે આજની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં અંદાજે 21 લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ દિશામાં ગુજરાતે દેશને એક નવી રાહ ચીંધી છે.
ભૂગર્ભ જળ અને ઉદ્વ હન સિંચાઇ યોજનાઓ દ્વારા પાઇપલાઇનથી અપાતા પાણીમાં પણ સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફિસિયન્સીનમાં વધારો કરી પાણી અને વીજળીની બચત કરી ખેત ઉત્પાદન વધારી શકાય છે.
- સૂક્ષ્મ સિંચાઇ દ્વારા જળસિંચનના અભિગમને રાજ્યવ્યાપી અભિયાન બનાવવામાં આવશે.
- ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા માટે 1500 કરોડની જોગવાઇ.
- ભારત સરકાર સહાયિત 750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા 200 કરોડની જોગવાઇ.
- ઉદ્વ હન સિંચાઇ યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચથી સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે ખૂટતી કડીના કામો માટે 482 કરોડની જોગવાઇ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
