Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Budget Live: નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ ગુજરાતનુ 3.32 લાખ કરોડનુ બજેટ, 8 નવી મહાનગરપાલિકા

Gujarat Budget Live: ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર ગુરુવારે 1 ફેબ્રુઆરીથી શરુ થઈ ચૂક્યુ છે. જે 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. એક મહિનાના બજેટ સત્ર દરમિયાન 26 બેઠકો યોજાશે. આજે 2 ફેબ્રુઆરીએ ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વખત રાજ્યનુ 2024-25નુ વાર્ષિક બજેટ રજૂ કરશે. અંદાજે સવા ત્રણ લાખ કરોડનુ બજેટ રજૂ થઈ શકે છે. બજેટની પળેપળની વિગતો જાણવા માટે વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

kanu desai

Feb 02, 2024, 1:09 pm IST

રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરાશે

વન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલુ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.
Feb 02, 2024, 12:41 pm IST

ગિફ્ટ સિટીના વિકાસ માટે જોગવાઈ

ગિફ્ટ સિટીના વિકાસ માટે ગુજરાતના બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી. ગિફ્ટ સિટીને 900થી 3300 એકર વિસ્તારમાં વિસ્તરણની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીનો ગ્રીન સિટી તરીકે વિકાસ કરવામાં આવશે. ‘વોક ટુ વર્ક, લિવ વર્ક, પ્લે કમ્યુનિટી’નું આયોજન કરાયુ છે. 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રિએશન ઝોનનો વિકાસ કરાશે. ગિફ્ટ સિટીને મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાથી સજજ કરાશે. ગિફ્ટ સિટીમાં ‘ફિન-ટેક’ની સ્થાપના કરવા રૂ.52 કરોડની જાહેરાત, રિવરફ્રન્ટ વિકાસ કામગીરી માટે રૂ.100 કરોડની જાહેરાત કરાઇ છે.
Feb 02, 2024, 12:39 pm IST

મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોના આધુનિકરણ માટે રૂપિયા 627 કરોડ

મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોના આધુનિકરણ માટે રૂપિયા 627 કરોડની જાહેરાત કરાઇ છે. સાગર ખેડુઓને હાઈસ્પીડ ડિઝલ વેટમાં રાહત આપવામાં આવશે. સાગર ખેડુઓને રાહત માટે રૂ.463 કરોડની ફાળવણી. મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે રૂ.134 કરોડની ફાળવણી
Feb 02, 2024, 12:30 pm IST

રમતગમત ક્ષેત્રે 367 કરોડની જોગવાઇ

ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન. શક્તિદૂત 2.0 યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન. પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.
Feb 02, 2024, 12:07 pm IST

નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત

નાણામંત્રીએ જણાવ્યુ કે રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારા સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે. લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે 2500 કરોડ રુપિયાની જોગવાઇ કરુ છું.
Feb 02, 2024, 12:05 pm IST

બે અદ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવાશે

એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. જે અંતર્ગત 76 કરોડ રુપિયાની ફાળવણી. અમદાવાદમાં બાવળા અને સુરતનાં કામરેજ નજીક અધ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા રાજ્ય સરકારનો નિર્ણય
Feb 02, 2024, 12:03 pm IST

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઈ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ, આદિજાતે વિકાસ વિભાગ માટે કુલ 4,374 કરોડની જોગવાઈ.
Feb 02, 2024, 12:02 pm IST

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ, પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ
Feb 02, 2024, 11:52 am IST

ખેડૂતોને વીમા સંરક્ષણ માટે 81 કરોડ

ખેડૂતો માટે ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડ, ખેતરને ફરતે કાંટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈની જાહેરાત. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરાઈ છે.
Feb 02, 2024, 11:45 am IST

ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ

ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ, ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ, મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ
Feb 02, 2024, 11:42 am IST

સામાજિક ન્યાય અને અધિકારીતા માટે કુલ રુ.6193 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા માટે કુલ રુ.6193 કરોડની જોગવાઈ. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ કરાઇ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ, આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી.
Feb 02, 2024, 11:34 am IST

જનરક્ષક યોજનાની જાહેરાત

જનરક્ષક યોજના હેઠળ 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવાશે.
Feb 02, 2024, 11:33 am IST

8 શહેરોને મળશે મહાનગરપાલિકાનો દરજ્જો

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે.
Feb 02, 2024, 11:32 am IST

નમો શ્રી યોજનાની જાહેરાત

સરકારે સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી.
Feb 02, 2024, 11:31 am IST

10 લાખ વિદ્યાર્થીનીઓને 25 હજારની સહાય

સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર રુપિયા તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે.
Feb 02, 2024, 11:29 am IST

શિક્ષણ વિભાગ માટે કુલ રુ. 55,114 કરોડ

રાજ્યમાં 20 હજાર આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવાશે અને નવી 8000 આંગણવાડીઓ સ્થપાશે. શિક્ષણ વિભાગ માટે કુલ રુ. 55,114 કરોડની જોગવાઈ
Feb 02, 2024, 11:23 am IST

નમો લક્ષી યોજનાની જાહેરાત

10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષી યોજનાની જાહેરાત, નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
Feb 02, 2024, 11:23 am IST

વિકાસ દર 14.9 ટકા

નાણાંપ્રધાને રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યુ.
Feb 02, 2024, 11:15 am IST

3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ

વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
Feb 02, 2024, 11:10 am IST

નાણામંત્રીએ શરુ કર્યુ બજેટનુ વાંચન

નાણામંત્રી કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે.
Feb 02, 2024, 11:06 am IST

કાળા રંગની બ્રીફકેસમાં આદિવાસી શૈલીમાં ચિત્ર

આ વખતે ગુજરાતનું બજેટ કાળા રંગની બ્રીફકેસમાં લાવવામાં આવ્યું છે. આ કાળા રંગની બ્રીફકેશ પર આદિવાસી શૈલીમાં સુંદર ચિત્ર પણ પાડવામાં આવ્યું છે.
Feb 02, 2024, 11:01 am IST

કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી

બજેટ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથેના બેનર પહેરીને વિધાનસભા બહાર જોવા મળ્યા. મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા છે.
Feb 02, 2024, 10:53 am IST

આ વખતે કાળી બેગમાં બજેટ લઈને આવ્યા નાણામંત્રી

આ વખતે કાળી બેગમાં બજેટ લઈને આવ્યા નાણામંત્રી
બજેટ પહેલા નાણામંત્રીએ જણાવ્યુ કે, પીએમ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને પ્રાધાન્ય આપીને જોગવાઇઓ કરવામાં આવી છે. ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇવાળું બજેટ હશે.
Feb 02, 2024, 9:25 am IST

સવારે 10 વાગ્યાથી વિધાનસભા ગૃહની બેઠક

ગુજરાતનું બજેટ 2024 રજૂ થાય તે પહેલા સવારે 10 વાગ્યાથી વિધાનસભા ગૃહની બેઠક યોજાવાની છે. એ સમયે જ પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેઠળ આવતા વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
Feb 02, 2024, 9:17 am IST

બજેટના કદમાં 15થી 20 ટકાનો વધારો

ગુજરાતમાં 2023-2024માં બજેટનું કદ 3.01 લાખ કરોડ હતું, આ વખતે બજેટના કદમાં 15થી 20 ટકાનો વધારો થવાની સંભાવના છે.
Feb 02, 2024, 9:14 am IST

કનુભાઈ દેસાઇ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરશે

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઇ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરવાના છે. કનુભાઇ દેસાઇ સવારે 11 કલાકે વિધાનસભા સત્રમાં આ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
Feb 02, 2024, 9:06 am IST

પેપરલેસ બજેટ

નાણામંત્રી કનુ દેસાઈ સંપૂર્ણપણે પેપરલેસ બજેટ રજૂ કરશે. નાણા મંત્રી કનુ દેસાઈ પણ ટેબ્લેટના માધ્યમથી જ બજેટ રજુ કરશે.
Feb 02, 2024, 9:04 am IST

બજેટનુ કદ 3.30 લાખ કરોડ રૂપિયા

2024-25નું બજેટનુ કદ 3.30 લાખ કરોડ રૂપિયા આસપાસ રહેવાની શક્યતા છે. આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિની સુવિધાઓ પર ભાર મૂકાશે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને બજેટમાં અનેક આશા અને અપેક્ષાઓ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X