• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બજેટ: જળ સંસાધન વિભાગ માટે રૂ. 5339 કરોડની જોગવાઈ

|
Google Oneindia Gujarati News

રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના 1371 કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં મા નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે રૂ. 710 કરોડ જોગવાઈ.

કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. 4369 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1 લાખ 14 હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે રૂ. 272 કરોડની જોગવાઈ.

કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે રૂ. 65 કરોડની જોગવાઈ. સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. 1600 કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા રૂ.73 કરોડની જોગવાઈ.

બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ. 70 કરોડની જોગવાઈ.

વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના 72 તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 186 કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના 30 તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 75 કરોડની યોજના. બંને યોજના માટે કુલ જોગવાઇ રૂ. ૪૫ કરોડ.

સાબરમતી નદી પર રૂ. 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે રૂ. 35 કરોડની જોગવાઇ. ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે રૂ. 30 કરોડની જોગવાઇ.

કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 200 કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે રૂ. 14 કરોડની જોગવાઈ.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. 25 કરોડની જોગવાઈ. ખોરસમ - માતપુર - ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ. 19 કરોડની જોગવાઈ.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. ૩૦૮ કરોડની પોઈચા વિયરની કામગીરી માટે રૂ. 15 કરોડની જોગવાઈ. કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે રૂ. 10 કરોડની જોગવાઇ.

સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ 73 ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. 711 કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ. 161 કરોડની જોગવાઇ.

પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. ૪૫૨ કરોડની કામગીરી માટે રૂ. 160 કરોડની જોગવાઈ. દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. 500 કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે રૂ.94 કરોડની જોગવાઈ.

હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે જોગવાઈ રૂ. 195 કરોડની જોગવાઇ. કડાણા-દાહોદ પાઈપલાઈનનું વિસ્તૃતિકરણ કરી સિંચાઈ સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૨૨૬ કરોડની યોજના માટે રૂ. 70 કરોડની જોગવાઈ.

પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂ. 133 કરોડની ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત 23 ગામોને લાભ આપવા માટે રૂ. 35 કરોડની જોગવાઇ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુદા જુદા 11 ગામોના આશરે 1600 હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા આપવા માટે રૂ. 84 કરોડની યોજના માટે રૂ. 25 કરોડની જોગવાઇ.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપવા, બિલિમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવા તેમજ ભૂગર્ભ જળ રીચાર્જ કરવા રૂ. 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન.

પૂર્ણા નદી ઉપર વિરાવળ-કસ્બાપર ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટરના બાંધકામ માટે રૂ.250 કરોડની યોજનાનું આયોજન. કર્લી રિચાર્જ જળાશય વિસ્તારને પર્યાવરણીય સ્થળ તરીકે વિકાસ કરવા તેમજ ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરીને સુદૃઢ કરવા રૂ. 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કચ્છમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ જળસંગ્રહ કરવાના હેતુસર બંધારાની કામગીરી માટે રૂ. 8 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ભાડભૂત બેરેજ

નર્મદા નદી ઉપર રૂ. 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે રૂ. 1240 કરોડની જોગવાઇ કરાઇ છે. નર્મદા યોજના માટેની જોગવાઈમાં ઘટાડો, ફાળવણી 17% ઘટાડીને 6090 કરોડ કરી. નર્મદા યોજના માટે રૂ. 6090 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ 2017માં પૂર્ણ થયેલ છે. આ યોજનાના પાણીનો સિંચાઇ, જળવિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આગામી વર્ષે કચ્છ બ્રાંચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતમાં નર્મદા યોજનાની હયાત કેનાલોના સુદૃઢીકરણ અને સૌરાષ્ટ્રમાં મીસીંગ લીંક પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

સૂક્ષ્મ સિંચાઇ

ગુજરાતે સૂક્ષ્મ સિંચાઇના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. આ પદ્ધતિથી પાણીના કરકસરભર્યા વપરાશ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. છેલ્લાં બે દશકમાં અંદાજે 21 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત કરી 13 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ 1 લાખ હેકટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે રૂ.500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

English summary
Gujarat Budget: Provision of Rs.5339 crore for Water Resources Division
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X