For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Bypoll Results 2020: 8 વાગ્યેથી મતગણતરી શરૂ, થોડીવારમાં જ રિઝલ્ટ આવવા લાગશે

Gujarat Bypoll Results 2020: 8 વાગ્યેથી મતગણતરી શરૂ, થોડીવારમાં જ રિઝલ્ટ આવવા લાગશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 8 સીટ પર યોજાયેલ પેટાચૂંટણીનું આજે રિઝલ્ટ આવશે. સવારે 8 વાગ્યેથી તમામ આઠ સીટ પરની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ખાસ્સા સમયથી ભાજપની સરકાર છે ત્યારે પેટાચૂંટણીમાં પણ ભાજપને હરાવવી મુશ્કેલ સાબિત થઈ રહી છે. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતની 8માંથી 6-7 સીટ પર ભગવો લહેરાવવા જઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસના હાથમાં 1-2 સીટ જ આવશે. જો કે થોડી વારમાં જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Recommended Video

Election Result Breaking : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણી માટે મત ગણતરી શરૂ, 4 પર ભાજપ, 1 પર કોંગ્રેસ આગળ

counting

ઉલ્લેખનીય છે કે આ વર્ષે યોજાયેલ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી ભાજપમાં જોડાઈ ગયા હતા, જેને કારણે 8 સીટ ખાલી થઈ ગઈ હતી. બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની 58 સીટ પર પેટાચૂંટણી કરાવી હતી. હજી ગુજરાતની બે સીટ ખાલી છે પણ મામલો કોર્ટમાં હોવાથી દ્વારકા અને મારિયા હડફમાં ચૂંટણી કરાવી શકાઈ નથી.

ગુજરાતની અબડાસા (કચ્છ), લિંબડી (સુરેન્દ્રનગર), મોરબી, ધારી (અમરેલી), ગઢડા (બોટાદ), કરજણ (વડોદરા), ડાંગ, અને કપરાડા (વલસાડ) વિધાનસભા સીટ પર 3 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી.

By Poll Exit Poll: પેટા ચૂંટણીમાં ભાજપની બલ્લે- બલ્લે, ગુજરાતમાં ભગવો લહેરાશેBy Poll Exit Poll: પેટા ચૂંટણીમાં ભાજપની બલ્લે- બલ્લે, ગુજરાતમાં ભગવો લહેરાશે

જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે 100 સીટ જીતીને સરકાર રચી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 77 સીટ જ જીતી શકી. આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપવાં શરૂ કરી દીધાં હતાં.

English summary
Gujarat Bypoll result 2020: counting begins at 8 AM today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X