નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના આ નેતાઓનો થઇ શકે છે સમાવેશ, જુઓ સંભવિત નામો
Gujarat cabinet reshuffle : ગુજરાત સરકારમાં લાંબા સમયથી પ્રતિક્ષિત મંત્રીમંડળનું વિસ્તરણ આખરે શુક્રવારે થવા જઈ રહ્યું છે. આ વિસ્તરણમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશને વિશેષ મહત્વ આપવામાં આવે તેવી શક્યતા છે.
જૂના મંત્રીઓના રાજીનામાને કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અટકળો છે કે સૌરાષ્ટ્રના ઘણા અનુભવી અને નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના નીચેના ધારાસભ્યોના નામની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, જેમને મંત્રી બનાવી શકાય છે:
નવા મંત્રીમંડળમાં વિવિધ વિસ્તારો અને જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી મંત્રીપદ મેળવી શકે તેવા નેતાઓના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સંભવિત મંત્રીમંડળમાં જે નેતાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે તેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજકોટનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય ઉદય કાનગડ અને દર્શિતાબેન શાહ પણ રેસમાં છે.
અમરેલીમાંથી કૌશિક વેકરીયા અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના નામ પણ મંત્રીપદ માટે પ્રબળ દાવેદાર તરીકે જોવાઈ રહ્યા છે.
આ સંભવિત યાદીમાં અન્ય સૌરાષ્ટ્રના નેતાઓમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાનો પણ સમાવેશ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
