Gujarat Cabinet Swearing in Live Updates: ભૂપેન્દ્ર પટેલ ટીમમાં 25 નવા મંત્રીઓએ લીધા શપથ
ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા. જેમના નવા મંત્રીમંડળની આજે શપશવિધિ છે. પળેપળની લાઈવ અપડેટ માટે રિફ્રેશ કરતા રહો.
અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આજે બપોરે 1.30 વાગે થશે. મીડિયા રિપોર્ટ મુજબ નવા કેબિનેટમાં બધા જૂના મંત્રીઓને હટાવી દેવામાં આવશે. 27 નવા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. કાલે જ મંત્રીમંડળની રચના કરવાની હતી પરંતુ જૂનના મંત્રીઓની નારાજગીના કારણે તેને બુધવારે ટાળી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કેબિનેટ વિસ્તાર પહેલા પાર્ટીમાં આંતરિક કલેશની વાતો પણ સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભૂપેન્દ્ર પટેલ આખા મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે જેને લઈને પાર્ટીના ઘણા નેતા નાખુશ જણાઈ રહ્યા છે. આ મોટા સમાચાર પર અમારી નજર છે. પળેપળની લાઈવ અપડેટ માટે રિફ્રેશ કરતા રહો.

મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી કોણ હશે? (1) જે. વી. કાકડીયા, ધારી ( પટેલ ) (2) અરવિંદ રૈયાણી, રાજકોટ ( પટેલ) (3) રાઘવજી પટેલ, જામનગર( પટેલ ) (4) બ્રિજેર મેરજા, મોરબી ( પટેલ ) (5) દેવા માલમ, કેશોદ ( OBC ) (6) કિરીટસિંહ રાણા, લીંબડી ( ક્ષત્રિય ) (7) આર. સી. મકવાણા, મહુવા ( OBC ) (8) જીતુ વાઘાણી, ભાવનગર વેસ્ટ ( પટેલ )
READ MORE












Click it and Unblock the Notifications
