For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં જળ સ્રોત રક્ષા દિનની ઉજવણી કરવામાં આવી

|
Google Oneindia Gujarati News

sardar-sarovar-dam
ગાંધીનગર, 21 માર્ચ : 'જળ માટે ઝઘડા થશે' એવી વડવાઓની ભવિષ્યવાણીને પારખી બધા માટે હંમેશા પાણી રહે એવા શુભ આશયથી રાજ્ય સરકારે જળસંચય અને જળરક્ષાના પ્રયાસો કરેલા છે. જનશકિતનો ઉપયોગ કરી ગુજરાતે જળશકિતને બચાવવાનો ભગીરથ પ્રયાસ આરંભેલો છે. ઘર ચલાવનાર ગામ પણ સુપેરે ચલાવી જાણે એવી નારી શકિતનો સદ્‌ઉપયોગ કરતા સરકારે ગામેગામ પાણી સમિતિઓ બનાવી છે. જેનું સમગ્ર સંચાલન ગ્રામ મહિલાઓના હાથમાં સોંપવામાં આવ્યું છે.

દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં પાણીની સ્થિતિ સારી ગણાય છે. વોટર એન્ડે સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ‘વાસ્મો' દ્વારા સરકારે જળ વિતરણ અને વ્યરવસ્થાાનું કામ હાથ ધર્યું છે જેને યુનિસેફ અને યુનોએ પણ વખાણ્યું છે.

દેશમાં સૌથી લાંબો 1600 કિ.મી.નો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતે દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવાની પરિયોજના રૂપે ‘કલ્પસર'ને સાકાર કરવાની નેમ લીધી છે. ગુજરાતની હરિતક્રાંતિ જળસંચયને આભારી બની છે. રાજ્યંમાં સહભાગી સિંચાઇ વ્યરવસ્થાધ, ડ્રીપ ઇરિગેશન, ચેકડેમ, બોરીબંધ, ખેતતલાવડીઓ, સંયુકત પિયત પધ્ધ‍તિ, વરસાદી પાણી સંગ્રહના પુરાતન ઉપયોગ વગેરેથી ગુજરાત જળરક્ષા કરી કૃષિ ક્રાંતિ સર્જી રહ્યું છે.

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના તથા અન્ય યોજનાઓ હેઠળ કુલ 1,35,964થી વધારે ચેકડેમો 1,22,035 બોરીબંધો તથા 2,61,785 ખેતતલાવડીઓ છેલ્લા દસ વર્ષમાં નિર્માણ પામી છે. નર્મદા મુખ્ય1 નહેર દ્વારા રાજ્યાની નદીઓના આંતરજોડાણ કરી અન્ય નદીઓમાં પાણી વહેતા કરવામાં આવ્યા છે. સુજલામ સુફલામ યોજનાથી ગુજરાતમાં પાઇપલાઇનોથી મોટા આઠ શહેરો અને 583 ગામડાંઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. જળસંપત્તિ રક્ષામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે જે વિશ્વ પ્રશંસનીય બની છે.

English summary
Gujarat celebrating today water resource security day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X