CMની ખેડૂતોને ભેટ, ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે પણ મળશે વીજળી

અરવલ્લી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોડાસામાં જાહેર સભાને સંબોધતા જાહેરાત કરી હતી કે અરવલ્લીના ખેડૂતોને આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં દિવસનો કૃષિ વીજ પુરવઠો મળશે.

જનતાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું, અમે 24 કલાક વીજળી આપીએ છીએ, પરંતુ દિવસના સમયે ખેતી માટે વીજળીની માંગ છે. ચાલો કનુભાઈને (મંચ પર હાજર રહેલા ઉર્જા મંત્રી)ને પૂછીએ કે આનો અમલ ક્યારે થઈ શકે.

Chief Minister Bhupendra Patel

ઉર્જા મંત્રીના પ્રતિભાવ પછી, મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, અમે હાલમાં ડિસેમ્બરમાં છીએ, અને આગામી ડિસેમ્બર સુધીમાં, તમને દિવસના સમયે કૃષિ વીજ પુરવઠો મળી જશે. ત્યારબાદ, મુખ્યમંત્રીએ મંચ પર હાજર અધિકારીઓને ડિસેમ્બર 2024 સુધીમાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.

જનતાને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું હતું કે, તમારા બધાને વડાપ્રધાન મોદી તરફથી વિકાસની ગેરંટી મળી છે. ગુજરાતને છેલ્લા બે દાયકાથી ડબલ એન્જિનવાળી સરકારનો લાભ મળ્યો છે.

સુરતને તાજેતરમાં સુરત ડાયમંડ બુર્સની ભેટ મળી હતી અને આ પહેલા બોડેલી અને છોટા ઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોને રૂપિયા 5,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ મળ્યા હતા. એક ડગલું આગળ વધીને, અરવલ્લી જિલ્લાને એક જ દિવસમાં રૂપિયા 264 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X