ગુજરાતના મુખ્ય સચિવે કહ્યું ભાજપને કેમ મળી ઓછી સીટો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેમ ખાલી 99 બેઠકો મળી તે પર ગુજરાતના મુખ્ય સચિવે બે મહત્વના કારણો પર ઇશારો કર્યો છે. જાણો તે કારણો અંગે વિગતવાર અહીં.
ગુજરાતના મુખ્ય સચિવે હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટી ભાજપને કેમ ઓછી સીટો મળી તેનું કારણ બતાવ્યું છે. ગુરુવારે એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના 12માં રીજનલ ઓફિસના ઉદ્ધાટન સમારંભમાં મુખ્ય સચિવ જેએન સિંહે જણાવ્યું કે ખેડૂતોની બગડતી હાલત અને યુવાઓના રોજગારની સમસ્યા આ બે કારણોના લીધે જ રાજ્યમાં ભાજપની વિધાનસભાની ચૂંટણીમાં ઓછી સીટો મળી છે. ભાજપને આ ચૂંટણીમાં વોટ ના આપીને મતદાતાએ પોતાનો ગુસ્સો અને નારાજગી સ્પષ્ટ પણે વ્યક્ત કરી હતી. સિંહાએ કહ્યું કે ચૂંટણી દરમિયાન બે વસ્તુઓ સ્પષ્ટ રૂપે મજબૂતીથી ઊભરીને સામે આવી પહેલા ખેડૂતોની ખરાબ હાલત. ગુજરાતભરના ખેડૂતો તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. જેમણે ભાજપ વિરુદ્ધ વોટ કરીને તેમની નારાજગી વ્યક્ત કરી. ખેડૂતોને લાગે છે કે વસ્તુઓ તેમના ફાયદામાં નથી રહી. સાથે જ બીજું કારણ છે બેરોજગારી. યુવાઓને નોકરી ના મળવી તે પણ મોટું કારણ રહ્યું હતું. જો કે રાજ્યમાં દરેક જગ્યાએ બેરોજગારીની સમસ્યા વ્યાપ છે.

તેમણે કહ્યું કે આ પહેલથી અહીં આવનારી એઇપીસી ગારમેન્ટ સેક્ટરની સ્પીડ વધશે. ગારમેન્ટ સેક્ટરમાં એક વાર ફરી મોટા સ્તરે લોકોને નોકરી મળવાનો અવસર મળશે. સાથે જ તેમણે આવનારા સમયમાં ગુજરાત એક ગારમેન્ટ હબ બને તે માટે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો તો કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં તેમને 48 બેઠકો પર ખાાલી 19 જ બેઠકમાં જીત મળી છે. જ્યારે કોંગ્રેસને અહીં 28 સીટો મળી છે. સિંહે જણાવ્યું કે ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ ના મળવો, કપાસ અને મગફળીના ન્યૂનતમ ભાવના કારણે ખેડૂતોનો આક્રોશ ભાજપને સહન કરવાનો વારો આવ્યો છે.












Click it and Unblock the Notifications
