ગુજરાતના ચીફ સેક્રેટરી વરેશ સિંહાને 3 મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું
ગાંધીનગર, 26 જૂન : ગુજરાતના ચીફ સેક્રેટરી ડૉ. વરેશ સિંહાને બીજા ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું છે. ગુજરાત સરકારે 1977ની ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ડૉ. વરેશ સિંહાને તેમના મુખ્ય સચિવ તરીકેના પદ પરથી 30 એપ્રિલ, 2014ના રોજ સેવા નિવૃત્તિ થયા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારે તેમની સેવાઓ 31 જુલાઇ, 2014 સુધી લંબાવી હતી.
ભારત સરકાર તરફથી આગોતરા મંજુરી મેળવ્યા બાદ નવી દિલ્હી ખાતેના ડિપોર્ટમેન્ટ ઓફ પર્સોનેલ ટ્રેઇનિંગમાંથી ગુજરાત સરકારે વરેશ સિંહાને તેમના વર્તમાન પદ પર વધુ ત્રણ મહિના ચાલુ રહેવા માટે સમય વધારો માંગ્યો હતો તે મંજુર થયો છે. હવે નવો ત્રણ મહિનાનો વધારો થવાથી તેમનો સેવાકાળ 1 ઓગસ્ટ, 2014થી 31 ઓક્ટોબર, 2014 સુધી લંબાયો છે.
આ કારણે 30 એપ્રિલના રોજ નિવૃત્ત થઇ રહેલા ડૉ. વરેશ સિંહાને હવે 31 ઓક્ટોબરના રોજ પદ નિવૃત્ત થશે.













Click it and Unblock the Notifications
