Gujarat News: ગુજરાત સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

Gujarat News: રાજ્યના ખેડૂતો માટે આખરે લાંબી રાહનો અંત આવ્યો છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ ખેડૂતોને મોટી આર્થિક હૂંફ આપવા માટે ગુજરાત સરકારે ₹10,000 કરોડના જંગી રાહત પેકેજની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે યોજાયેલી અતિ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લઈને તેની માહિતી 'X' (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને આપી હતી.

Gujarat News

10 હજાર કરોડની સહાયની સત્તાવાર જાહેરાત

ખેડૂતોની નુકસાની અને રાજ્યમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિને જોતા, CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

  • બેઠકમાં ઉપસ્થિતિ: આ બેઠકમાં કૃષિ મંત્રી, નાણાં મંત્રી સહિત કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
  • નિર્ણય: સમીક્ષા બેઠક બાદ CM પટેલે પોતે ટ્વીટ કરીને ખેડૂતો માટે ₹10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલું આ જંગી પેકેજ રાજ્યના લાખો ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બહાર આવવામાં અને ફરીથી પાકનું વાવેતર કરવામાં મોટી મદદરૂપ સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X