કમલા બેનીવાલે મોદીની હાજરીમાં ડાંગ ખાતે કર્યુ ધ્વજવંદન

ધ્વજવંદન માટે નરેન્દ્ર મોદીએ પહેલા હાજર રહી રાજ્યપાલને સલામી મંચ તરફ લઇ ગયા હતા. ત્યારબાદ કમલા બેનીવાલે મોદીની હાજરીમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો અને બંનેએ રાષ્ટ્રગાનનું સંગીત વાગ્યું ત્યાં સુધી તિરંગાને સલામી આપી હતી.
ત્યારબાદ રાજ્યપાલે ગણતંત્ર માટેની પરેડનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં એસઆરપી, પોલીસ, નાગરિક સંરક્ષણ દળ, રક્ષાશક્તિ યુનિવર્સિટીના તાલિમાર્થીઓ મળીને 11 પ્લેટુન્સમાં 600 જેટલા જવાનાએ પરેડ નિરિક્ષણ કરાવ્યું હતું. રાજ્યપાલ દ્વારા પરેડ નિરિક્ષિણ થઇ ગયા બાદ તેઓ અને મુખ્યમંત્રીએ પોતાના મુળ સ્થાને બિરાજ્યા હતા, અને ત્યારબાદ માર્ચ પાસ્ટ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કારાયું હતું. તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની તિરંગાને સલામી અને અન્ય કાર્યક્રમો જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
