For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદને દિવાળી બોનસઃ CMની 208 કરોડના વિકાસ કામોની ભેટ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 ઓક્ટોબરઃ ગુજરાતમાં વિકાસના કામોથી મોડેલ સ્ટેટના નિર્માણની તત્કાંલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને ગતિશીલ ગુજરાતના લક્ષ્યાંક સાથે વધુ ઊંચાઇએ લઇ જવાની નેમ પણ આનંદીબહેને વ્યાક્ત કરી હતી.મુખ્યતમંત્રીએ રાજ્યના સર્વાંગી વિકાસને સુઆયોજીત સ્વારૂપે આગળ ધપાવવામાં છેવાડાના ગરીબ માનવીના વિકાસને પણ કેન્દ્ર સ્થાને રાખ્યો છે તેની વિગતો તેમણે આપી હતી. આ સંદર્ભમાં મુખ્યામંત્રીએ વંચિત - ગરીબ બાળકોને સ્માર્ટ સ્કૂલનું શિક્ષણ, ગંભીર રોગોની સારવાર માટે ‘‘અમૃતમ-મા વાત્સલ્યો'' કાર્ડના લાભાર્થીનો વ્યાપ વિસ્તાભર તથા વિશેષ કરીને મહિલાઓ-21 વર્ષ સુધીના બાળકોને આવરી લેવાના નિર્ણયોની સમજ પણ આપી હતી.

મુખ્યીમંત્રીએ આજે અમદાવાદ મહાનગરને 208 કરોડના વિકાસકામોના અનેક નજરાણા ભેટ ઘર્યા હતા. માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂા. 66 કરોડના ખર્ચે નવનિર્મિત થલતેજ-ગુરૂદ્વારા જંકશન ગ્રેડ સેપરેટરના લોકાર્પણ સાથે જ તેમણે એમ. જે. લાયબ્રેરીના નવિનીકરણ સંકુલ, વસ્ત્રાપુર અને ઘુમાની પ્રાથમિક શાળા તથા એસ.પી. રીંગરોડ ઉપર 6 કરોડના ખર્ચે નિર્માણ થનારા ઓવરબ્રીજનું ભૂમિપુજન અને તળાવ બ્યુજટીફિકેશન જેવા કામોના લોકાર્પણ ખાતમૂહુર્ત કર્યા હતા.

આનંદીબહેને અમદાવાદ શહેરની આસપાસના ક્ષેત્રોમાં આવી રહેલા નવા ઔદ્યોગિક એકમોમાં સ્થાઅનિક રોજગાર નિર્માણ માટે યુવાકૌશલ્યે-તાલીમ અંગે રાજ્યા સરકારે જે આયામો અપનાવ્યાક છે તેમજ સ્વેરોજગાર કરવા ઇચ્છ તા યુવાનોને ઉદાર સહાય-લોન માટે મદદરૂપ થવાનો યુવા ઉન્નતતિ અભિગમ અપનાવ્યોક છે તેની બજેટ જોગવાઇઓની જાણકારી આપી હતી. મુખ્યઇમંત્રીએ વિકાસની ધારામાં નારીશક્તિ-માતા-બહેનોને પણ સમાવી લઇ મહિલા સશક્તિઓકરણની પહેલ રૂપે જેન્ડાર બજેટ વર્તમાન સરકારે આપ્યુંત છે તેમ ઉમેર્યું હતું.વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ગુજરાતીનો કમાલ, બનાવ્યું અનોખું સફાઇ મશીન

વાયબ્રન્ટ સમીટમાં ૭ દેશોની પાર્ટનરશીપ

વાયબ્રન્ટ સમીટમાં ૭ દેશોની પાર્ટનરશીપ

આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવી ઉચ્ચ પરીક્ષાઓમાં પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષામાં સફળતા મેળવનારા ય઼ુવકો-યુવતીઓને રૂા. ૯૦ હજાર અને રૂા. ૭૫ હજારની સહાય રાજ્ય સરકાર આપે છે તેની જાણકારી આપી હતી.
મુખ્યિમંત્રીએ ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા આંતરાષ્ટ્રીલય - વૈશ્વિક પ્રતિષ્ઠાં પ્રાપ્ત ઉદ્યોગો - કંપની સંચાલકો હોડ લગાવી રહ્યા છે તેનો શ્રેય વાયબ્રન્ટ ગુજરાતની સફળતાને આપતા કહ્યું કે, આગામી જાન્યુોઆરી-૨૦૧૫માં યોજાનારી વાયબ્રન્ટ સમીટમાં ૭ દેશો પાર્ટનરશીપ કરવાના છે.

ગુજરાતની આ પ્રતિષ્ઠા સૌના સાથ સૌના વિકાસના કારણે

ગુજરાતની આ પ્રતિષ્ઠા સૌના સાથ સૌના વિકાસના કારણે

ગુજરાતની આ પ્રતિષ્ઠા સૌના સાથ સૌના વિકાસના સુશાસન અને પારદર્શી વહીવટના પરિણામે ઊભી થઇ છે તેના પાયામાં તત્કાલીન મુખ્યંમંત્રી નરેન્દ્ર મોદીનું ગુડ ગવર્નન્સ મોડલ છે તેનો હર્ષ તેમણે વ્યકત કર્યો હતો. હવે દેશમાં પણ સ્થિર શાસન અને વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે તેમ તેમણે જણાવ્યું હતું.

શહેરની સ્વચ્છતા માટે નાગરિકો નિભાવે

શહેરની સ્વચ્છતા માટે નાગરિકો નિભાવે

શહેરની સ્વચ્છતા-સુંદરતા માટે સૌ નાગરિકો સમાજ દાયિત્વે નિભાવે તેવો અનુરોધ કરતા મુખ્ય્મંત્રીએ કન્યા કેળવણી દાન આપતા સખાવતીઓ તેમજ હવે શૌચાલય નિર્માણ અને સ્વશચ્છતા મિશન માટે દાન આપવાનો હાર્દિક અનુરોધ કર્યો હતો. સ્વુચ્છત ગુજરાતના સંકલ્પેને પાર પાડવા જનસહયોગ તેમણે વાંચ્છયો હતો.

ગ્રેડ સેપરેટર ઓવરબ્રીજના કામોમાં ગુણવત્તા

ગ્રેડ સેપરેટર ઓવરબ્રીજના કામોમાં ગુણવત્તા

માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલે શહેરોમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ઘોરી માર્ગોના વાહન વ્યવહારને શહેરી ટ્રાફિકની સમસ્યાન સિવાય સરળતાથી આવા-ગમન માટે ગ્રેડ સેપરેટર ઓવરબ્રીજના કામોમાં ગુણવત્તા - સમયમર્યાદા અને નાગરિક સુખાકારી કેન્દ્રએ રખાયેલ છે તેની વિગતો પ્રાસંગિક વક્તવ્યમાં આપી હતી.

શહેરી સુખાકારીના કામોમાં સર્વગ્રાહી વિકાસ

શહેરી સુખાકારીના કામોમાં સર્વગ્રાહી વિકાસ

શહેરી સુખાકારીના કામોમાં સર્વગ્રાહી વિકાસની રાજ્ય શાસનની આયોજન છણાવટ તેમણે કરી હતી. પ્રજાલક્ષી કામોમાં ગતિશીલતાના પરિણામે જનવિશ્વાસ સંપાદિત થઇ શક્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લાના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા

જિલ્લાના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલ, રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, ઔડા અધ્યક્ષ ધર્મેન્દ્રાભાઇ તેમજ સાંસદ ડો. કિરીટ સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઇ, અમદાવાદ -શહેર જિલ્લાના જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ કામોની રૂપરેખા

વિકાસ કામોની રૂપરેખા

ડેપ્યુટી મેયર રમેશ દેસાઇએ સૌને આવકારતાં વિકાસ કામોની રૂપરેખા આપી હતી. અમદાવાદ મ્યુશનિસિપલ કમિશનર, ઔડાના મુખ્ય કારોબારી અધિકારી તેમજ જિલ્લા-શહેરી પ્રશાસનના અધિકારી પણ આ અવસરના સાક્ષી બન્યાન હતા. આભાર દર્શન ઔડા અધ્યપક્ષ ધમેન્દ્રભાઇએ કર્યું હતું.

English summary
Chief minister Anandiben Patel today inaugurated several projects for the city worth Rs 208 crore undertaken by Ahmedabad Municipal Corporation (AMC) and Ahmedabad Urban Development Authority (AUDA) here on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X