For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ 23 નવા તાલુકાની રચનાની જાહેરાત કરી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વહીવટીતંત્રના લોકાભિમુખ વિકેન્‍દ્રીકરણની પહેલરૂપ ગણેશ ચતુર્થીના પર્વના અવસરે ગુજરાતમાં નવા 23 તાલુકાઓની રચનાની જાહેરાત કરી હતી.

રાજ્‍ય સરકારના પ્રવક્‍તા નાણાં મંત્રી નીતિભાઈ પટેલ અને ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાતની જનતાને નવા 23 તાલુકાની રચનાથી વિશેષતાની ભૂમિકા આપી હતી. મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે કેબીનેટ સબકમીટીની ભલામણોના આધારે સૂચિત 23 તાલુકાઓની રચના કરવાની વિગતવાર દરખાસ્‍તો રાજ્‍ય મંત્રીમંડળની બેઠકમાં રજુ કરી હતી. જેનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે. જેના ભાગરૂપે નવરચિત 23 તાલુકાઓ આ પ્રમાણે છે.

gujarat-map

પ્રાપ્ત થતી માહિતી મુજબ 67માં આઝાદી દિવસના રાષ્‍ટ્રીય પર્વથી ગુજરાતમાં એકી સાથે સાત નવા જિલ્લાઓનો પ્રારંભ મુખ્‍ય કરાવ્‍યો હતો. નવા જિલ્લાઓની રચના અને ગામો, તાલુકાના સમાવેશમાં લોકલાગણી, લોકહિત, વહીવટી સુગમતા, ભૂ-ભાગના અંતરો અને તાલુકા એકમના વિકાસ સહિતના સર્વગ્રાહી પાસાઓની વિચારણા કરવામાં આવી હતી. સોમવારે નવરચિત 23 તાલુકાની જાહેરાત કારઈ હતી. તેની સાથે 33 જિલ્લા અને 248 તાલુકાના આધારસ્‍તંભે ઉપર રાજ્‍યનો વહીવટી વિકાસ વધુ સરળ, સુલભ અને ગતિશાલ બનશે.

પ્રવક્‍તા મંત્રીઓએ જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીએ તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્‍ત બનાવવા આ અગાઉ એટીવીટી (આપણો તાલુકો વાઈબ્રન્‍ટ તાલુકો)ની પરિકલ્‍પના અમલમાં મુકી હતી. જેમાં ગુજરાતની સ્‍થાપના બાદ પહેલીવાર રાજ્‍યના ૫૨ પ્રાન્‍તની સંખ્‍યા બમણી કરતા વધુ 115 પ્રાન્‍ત રચવામાં આવ્‍યા હતા.

હવે 248 તાલુકા પણ ઉત્તમ વહીવટ અને વિકાસની તંદુરસ્‍ત સ્‍પર્ધામાં પોતાનું નાગરીકોને અનુભૂતિ થશે. આ નવા તાલુકાઓમાં વહીવટીતંત્રનું માળખું અને અધિકારીઓની નિયુક્‍તિ સાથે નવીન કચેરીઓ ત્‍વરીત કાર્યરત થતાં પ્રજાજનોને સુગમતા રહેશે.

English summary
Gujarat CM Narendra Modi announces 23 new talukas on Ganesh Chaturthi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X