ગુજરાતના CM વિજય રૂપાણીએ લગાવ્યો ચૂંટણી પંચ પર આરોપ

Posted By:
Subscribe to Oneindia News

હિમાચલ પ્રદેશ સાથે ચૂંટણી પંચે, ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર ન કરવા પર જ્યાં એક તરફ કોંગ્રેસે પીએમ મોદી અને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે. ત્યાં જ હવે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો પ્રહાર કર્યો છે. અને ચૂંટણી પંચ પર આરોપ મૂક્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 2012માં ચૂંટણીમાં કોંગ્રેસની મદદ કરવા માટે ચૂંટણી પંચે એક સાથે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી હતી. રુપાણીએ કહ્યું કે 2012માં પીએમ મોદીને કામ કરતા રોકવા માટે ચૂંટણી પંચે કોંગ્રેસના કહેવા પર મોડલ કોડ ઓફ કંડક્ટ લાગુ કર્યો હતો. જેનાથી રાજ્ય સરકાર વિકાસના કામો પૂરા ના કરી શકે. ઉલ્લેખનીય છે કે તે વખતના ચૂંટણી પંચના અધ્યક્ષ વીએસ સંપથે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સાથે ચૂંટણી કરવાની જાહેરાત કરી હતી. રૂપાણીએ કહ્યું કે તે વખતે આદર્શ આચાર સંહિતા 83 દિવસો સુધી ચાલ્યા હતા.

vijay rupani

જો કે સામે પક્ષે તે વખતના ચૂંટણી પંચના અધ્યક્ષ વીએસ સંપથે પણ રૂપાણીના આ તમામ આરોપો પર જવાબ આપતા તેને પોકળ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ હંમેશા સ્વતંત્ર અને ઉત્તમ પરંપરાનું પાલન કરે છે. અને તે ક્યારેય પણ પોતાના સંવૈધાનિક કર્તવ્યોથી દૂર નથી જતી. ઉલ્લેખનીય છે કે 2012માં પણ જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખોની સાથે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વિવાદ થયો હતો. અને ત્યારે પણ ગુજરાતને લાભ અપાવવા માટે ચૂંટણી પંચને જવાબદાર ગણાવવામાં આવ્યો હતો. ત્યારે માનવામાં આવે છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પછી લાભપાંચમની આસપાસ ચૂંટણી પંચ ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે.

English summary
Gujarat CM Vijay Rupani accuses Election commission for benefiting congress in 2012. He says commission took decision under pressure.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.