CM વિજય રૂપાણીએ લીધો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ, કહ્યુ - રિલાયન્સ ગ્રુપ ગુજરાતને આપશે 400 ટન ઑક્સિજન
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજધાની ગાંધીનગરમાં કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો.
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજધાની ગાંધીનગરમાં કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. વેક્સીનનુ ઈંજેક્શન તેમના ડાબા હાથમાં લગાવવામાં આવ્યુ જેના ફોટા ન્યૂઝ એજન્સીએ જાહેર કર્યા છે. સીએમ રૂપાણીએ કહ્યુ છે કે, 'ગુજરાતમાં લૉકડાઉન લગાવવાની જરૂર નથી કારણકે 20 શહેરોમાં રાતના કર્ફ્યુ જેવા ઘણા પ્રતિબંધો છે. બધી શિક્ષણ સંસ્થાઓ, મૉલ, થિયેટર, જિમ, મનોરંજન પાર્ક પણ બંધ છે. એવામાં લોકોની ભીડ એકઠી થતી નથી.'

પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છેઃ મુખ્યમંત્રી
સીએમ રૂપાણીએ કહ્યુ કે દર્દીઓના ઈલાજ માટે વ્યવસ્થા કરવામાં સરકાર દિવસ-રાત કામ કરી રહી છે. રેમડેસિવિર ઈંજેક્શન, એમ્બ્યુલન્સ અને પૂરતા બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઑક્સિજનની કમી પર મુખ્યમંત્રીએ કહ્યુ કે રિલાયન્સ ગ્રુપ ગુજરાતને 400 ટન ઑક્સિજન ઉપલબ્ધ કરાવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પોતાના જામનગરનના પ્લાન્ટમાંથી ગુજરાતને ફ્રી 400 ટન ઑક્સિજન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. તેના જવાબમાં રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ ધનરાજ નથવાણીએ કહ્યુ કે રિલાયન્સ રોજ 400 ટન ઑક્સિજન ઉપલબ્ધ કરાવી રહ્યુ છે.
વધુમાં તેમણે એ પણ કહ્યુ કે રિલાયન્સ જામનગર પ્લાન્ટમાંથી રોજ 400 ટન ઑક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. અમે ગુજરાતમાં ઑક્સિજનની કમી નહિ થવા દઈએ. દર્દીઓને પૂરતી માત્રામાં એમ્બ્યુલન્સ પૂરી પાડવાની વાત કહીને મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર 150 એમ્બ્યુલન્સ ખરીદશે જેથી દર્દીઓને તેના માટે રાહ ન જોવી પડે. તેમણે એ પણ કહ્યુ કે કર્ફ્યુના સમયમાં વધારો કરીને સ્થિતિ પર કાબુ મેળવી શકાય છે. આ ઉપરાંત જ્યારે જરૂર પડશે ત્યારે લૉકડાઉન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
