ગુજરાતમાં જલ્દી ઠંડીથી રાહત મળશે, આવી ગઈ આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાતિલ ઠંડીમાંથી હવે નાગરિકોને આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવતા ઠંડી ઘટશે અને તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે. જોકે, આ બદલાવ સાથે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.

તાજેતરમાં, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં મોસમ શુષ્ક રહ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. કચ્છના અમુક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઘણું ઓછું નોંધાયું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં પણ તે સામાન્ય મર્યાદા કરતાં નીચે હતું.

આગામી બે દિવસમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધ્યા બાદ, સમગ્ર પ્રદેશમાં પુનઃ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. દેશના ઘણા ભાગોમાં 30 અને 31 જાન્યુઆરીએ ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને આંધી-તૂફાનનું જોખમ રહેશે. આ પલટાનું મુખ્ય કારણ સક્રિય થનાર પશ્ચિમી વિક્ષોભ છે, જે ઉત્તર ભારતમાં પણ અસર કરશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, ઘણા રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને સવાર-રાત્રી દરમિયાન દૃશ્યતા ઓછી થઈ શકે છે. ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ શક્ય છે. હવામાન વિભાગે ખેડૂતો, પ્રવાસીઓ અને સામાન્ય લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારત (મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી) માં હિમવર્ષા લાવશે, જેના પછી ફેબ્રુઆરીમાં ફરી ઠંડી આવી શકે છે. આ માસમાં દિવસ ગરમ અને રાત ઠંડી રહેતા કૃષિ પાક પર હિમ અને રોગનું જોખમ રહેશે. જ્યારે ફેબ્રુઆરીની 4-8 તારીખે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજની અસરવાળો એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પણ મોટો પલટો લાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X