કોંગ્રેસના 43 ધારાસભ્યો દિલ્હીમાં આજે સોનિયા ગાંધીને મળ્યા

Subscribe to Oneindia News

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને રાજ્યસભમાં જીત અપાવનાર 43 ધારાસભ્યો રવિવારે ગૃપમાં દિલ્હી જાવા રવાના થયા હતા. ધારાસભ્ય દિલ્હીમાં ગુજરાતી ભવનમાં રોકાયા હતા. જેઓ આજે 11:30 વાગે સોનિયા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. વધુમાં સોમવારે અહમદ પટેલનો જન્મ દિવસ હોવાથી ધારાસભ્યો સૌ પ્રથમ દિલ્હીમાં તેમને મળ્યા. ત્યાર બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. જેમાં આગામી ચૂંટણીની રણનીતિ અને ટિકિટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત પણ હાજર રહ્યા હતા.

દિલ્હી

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજયસભ્યની ચૂંટણી વખતે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે ,અહેમદ પટેલની જીત થશે તો તિરૂપતિ દર્શન કરવા માટે આવશે માટે 22 મીએ ધારાસભ્યો તિરુપતિના દર્શન કરવા જશે.તિરૂપતિથી પરત ફરીને ધારાસભ્યો પક્ષના કાર્યકર્તા સાથે બેઠક કરીને વિધાનસભાની ચૂંટણીનો માહોલ તૈયાર કરશે. આ સાથે જ રાજ્યને ચાર ઝોનમાં વહેંચીને આગામી ચૂંટણીના પ્રચાર પ્રસારને તેજ કરવાનું આયોજન કરવામાં આવશે.

English summary
Gujarat Congress 43 MLAs meet Sonia Gandhi and Rahul of Delhi
Please Wait while comments are loading...