Gujarat Election Results 2022: અમારી ગણતરી પ્રમાણે પરિણામ નથી આવ્યાં, જગદીશ ઠાકોરે CMને અભિનંદન પાઠવ્યા
અમારી ગણતરી પ્રમાણે પરિણામ નથી આવ્યાં, જગદીશ ઠાકોરે CMને અભિનંદન પાઠવ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામનો ઈંતેજાર આજે ખતમ થઈ ગયો છે અને ભાજપે ફરી એકવાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો આંકડો મેળવી લીધો છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કોંગ્રેસની હાર સ્વીકારી છે. અને તેમણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસની ઐતિહાસિક હાર થઈ છે. ગઈ ચૂંટણીમાં 77 સીટ જીતનાર કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી 2022માં બપોરે 3 વાગ્યા સુધી માત્ર 11 સીટ પર જ જીત મેળવી શકી અને 5 સીટ પર હજી આગળ ચાલી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં 119 સીટ પર જીત મેળવી ચૂકી છે અને 38 સીટ પર હજી ભાજપ આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી 3 સીટ જીતી છે અને 2 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે 4 અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે.












Click it and Unblock the Notifications
