For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર બે ‘યા’ને ભરોસે તરી શકશે કોંગ્રેસ?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 ઑક્ટોબર. ગુજરાતમાં ચુંટણીનું બ્યુગલ ફુંકાઈ ચુક્યું છે. વિધાનસભાની ચુંટણીઓની તારીખોની જાહેરાત બાદ સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વિપક્ષ કોંગ્રેસ ચુંટણીની વૈતરણી પાર ઉતરવામાં લાગી ગયાં છે. બંને જ પક્ષોએ પોત-પોતાના ટ્રમ્પ-કાર્ડ મેદાને ઉતાર્યાં છે. ભાજપ તરફથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ હુકમના એક્કા છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાસે સ્થાનિક કક્ષાએ કોઈ મોટો અને અસરદાર નેતા નથી કે જે મોદી સામે ટકી સકે અને જે થોડાંક નેતાઓ મોદીની આસપાસ પણ ઊભા રહી શકવાની ક્ષમતા ધરાવતાં હોય, તો તેઓ કાં તો પોતાના વિસ્તાર સુધી સીમિત રહેવા માંગે છે અને કાં તો પચી તેમને વ્યાપક થવા દેવામાં પક્ષના આંતરિક શત્રુઓ જ રોકે છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસની ચુંટણી રૂપી નાવ માત્ર બે ‘યા' ઉપર ટકી ગઈ છે. જો આ ‘યા'ને અંગ્રેજી સંદર્ભે વિચારીએ તો તે અક્ષર થાય છે ‘a'

Modi-Sonia

ગુજરાતનાં રાજકારણમાં નરેન્દ્ર મોદીના આગમન પછી કોંગ્રેસની હાલત સતત ખરાબ થતી રહી છે, તો તેની પાછળનું કારણ ગુજરાત કોંગ્રેસનું નબળું સંગઠન પણ છે. મોદીની સામે કોંગ્રેસની નબળી આક્રમકતા અને તેનાથી પણ એક ડગલું આગળ કોઈ આ નિષ્ફળતા પાછળ જવાબદાર છે તો તે છે કોંગ્રેસનું બે ‘યા' ઉપર સીમિત થઈ જવું. હવે આપ પરેશાન થઈ રહ્યાં હશો કે આખરે આ બે ‘યા' છે શું? આ બે ‘યા' જ છે કે જેને ગુજરાત કોંગ્રેસ પોતાની શક્તિ ગણે છે, જ્યારે તે જ તેની સૌથી મોટી નબળાઈ છે. આ બે ‘યા' કોંગ્રેસની અકર્મણ્યતાના પરિચાયક છે. હા જી. હવે આપને જણાવી જ દઈએ. પ્રથમ ‘યા' છે મીડિયાનો ‘યા' અને બીજું ‘યા' છે સોનિયાનું ‘યા'.

હકીકતમાં ગુજરાતમાં 22 વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આટલા લાંબાગાળે પણ યથાર્થના ધરાતળે એટલી સક્રિય નથી, જેટલો ભાજપ અને તેના મુખ્યમંત્રી તથા ટ્રમ્પ કાર્ડ નરેન્દ્ર મોદી. એક બાજુ મોદી છે કે જે સતત ગુજરાતમાં રહે છે, સતત ગુજરાત માટે કામ કરે છે, સતત ગુજરાતની માળા જપે છે, દરેક પ્રવચનમાં ગુજરાત... ગુજરાત... નામનું રટણ કરે છે અને બીજી બાજુ કોંગ્રેસનું સમગ્ર કાર્ય મેદાન-એ-જંગથી માઇલો દૂર પ્રેસ કૉન્ફ્રેન્સો એટલે કે મીડિયા સુધી સીમિત થઈ જાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ટીવીના પડદે જ્યારે દેખાય, તો સમગ્ર સ્ક્રીન પર માત્ર તેમનો જ ચહેરો દેખાય છે. કૅમરો થોડોક માઇનસ ઝૂમ થાય, તો આસપાસ વધુ બે કે ત્રણ ચહેરાઓ દેખાય છે કે જે મીડિયાને સંબોધિત કરતાં હોય છે. એવું બહુ જ ઓછું બનતું હોય છે કે જ્યારે ગુજરાત કોંગ્રેસનો કોઈ નેતા કોઈક મોટી સભાને સમ્બોધિત કરતો દેખાય. મોટી સભાઓ માટે પાછું એ જ ‘યા'ને બોલાવવું પડે છે એટલે કે સોનિયા ગાંધીને.

હજુ બે દિવસ અગાઉ જ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી આવ્યાં અને તેમણે વિશાળ સભાને સમ્બોધિત કરી. શું આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે સોનિયા આવ્યાં હોય અને તેમની સભામાં આટલી ભારે ભીડ ઉમટી પડી હોય? એવું બિલ્કુલ નથી? જ્યારે-જ્યારે સોનિયા ગાંધી ચુંટણી સભાઓ સમ્બોધિત કરે છે, ગિર્દી બિલ્કુલ આવી જ હોય છે. સોનિયા ગાંધીએ 2002 અને 2007ની વિધાનસભા ચુંટણીઓ દરમિયાન પણ આવી જ મોટી-મોટી સભાઓ કરી, પરંતુ પરિણામ શું આવ્યું? ગિર્દી તો સોનિયા એકઠી કરી લે છે, પરંતુ આ ‘યા' રુખસદ થતાં જ કોંગ્રેસના નેતા પેલા બીજા ‘યા' એટલે કે મીડિયા તરફ જતાં રહે છે. બસ નિવેદનો આપ્યે જાયે છે. પેલી ભીડને મતમાં તબ્દીલ કરવાનો પ્રયત્ન નથી કરતાં. ભીડ આવે છે. સોનિયાને જુએ છે અને પોતાના કપડામાંથી ધૂળ ખંખેરીને જતી રહે છે. અહીં સોનિયા ગયાં અને ત્યાં ભીડ રવાના થઈ.

બીજી બાજું ભાજપ તરફથી મોદી સતત પ્રજા વચ્ચે રહે છે. ચુંટણીઓ હોય કે ના હોય. મોદીના કાર્યક્રમો ચાલતાં જ રહે છે. સભાઓ, સમ્મેલનો, સમારંભો અને કાર્યક્રમો સતત પ્રજા વચ્ચે થતાં જ રહે છે. મોદી માત્ર 4 કલાક જ ઉંઘે છે. તેવું તેમણે પોતાના હૅંગઆઉટ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. બાકીના તમામ કલાકો તેઓ કાર્ય કરે છે. અહીં કામની વાત થાય છે. સારાં કે ખોટા? તેનો ફેંસલો તો પ્રજાએ કરવાનો છે. વાત સક્રિયતાની છે, જે મોદીમાં છે અને ગુજરાત કોંગ્રેસમાં નથી. ગુજરાત કોંગ્રેસ માત્ર પેલા બે ‘યા' સમક્ષ જ સક્રિય દેખાય છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં જો મોદી સામે કોઈ મોટો પડકાર ઊભો કરવો હોય, તો ગુજરાતની ધરતી ઉપરથી જ તે પડકાર ઊભો કરવો પડશે. માત્ર મીડિયા અને સોનિયા રૂપી ‘યા'ને ભરોસે કોંગ્રેસની ચુંટણીની વૈતરણી પાર નહીં ઉતરી શકે. જો એવું શક્ય હોત, તો 2002ને જવા દો, પણ 2007માં કમ સે કમ કોંગ્રેસને સફળતા મળી હોત. માની લઈએ કે 2002માં ગોધરા કાંડને પગલે ગુજરાતમાં સામ્પ્રદાયિક ધ્રુવીકરણ થયુ હતું, પરંતુ 207માં એવી કોઈ વાત નહોતી અને 2012 એટલે કે આ વખતે પણ એવો કોઈ મુદ્દો હાવી નથી. વિકાસની જ ચર્ચા છે અને તેમાં જે ખોટ કે ખામી છે, તેના આરોપો છે. કોંગ્રેસ જો તાકાત લગાવે અને જમીન ઉપરથી જોર લગાવે, તો કદાચ મોદી માટે પડકાર બની શકે છે.

આ વખતે કોંગ્રેસ પાસે મોટી તક પણ છે. જોકે ગુજરાતનો રાજકીય અને ચુંટણી ઇતિહાસ રહ્યો છે કે અહીં કાયમ દ્વિપક્ષીય ટ્રેન્ડ્ઝ રહે છે. 1998ની ચુંટણીઓમાં શંકરસિંહ વાઘેલાએ પાર્ટી બનાવી હતી, પરંતુ તેને માત્ર 4 સીટો મળી હતી. આ વખતે પણ ગુજરાત ભાજપના ક્યારેક ભીષ્મ કહેવાતાં અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી છે. જો ઇતિહાસ પોતાને દોહરાવે, તો એટલું નક્કી છે કે બહુમતી ભાજપ કે કોંગ્રેસમાંથી જ કોઈને મળશે. કોંગ્રેસને ભાજપની આ ભાંજગણનો પણ લાભ મળી શકે છે, પરંતુ વાત ત્યાં જ આવીને ઊભી થઈ જાય છે. એસી વાળા રૂમો અને ઑફિસોમાંથી બહાર નિકળવામાં આવે તો કઈં થાય ને. એક બાજુ મોદી વિવેકાનંદ યુવા યાત્રા કાઢે છે અને બીજી બાજુ કોંગ્રેસે પ્રચારને નામે માત્ર સોનિયા ગાંધીની સભા કરાવી સંતોષ માની લીધું. શું ચુંટણીમાં વિજયની આ જ ગૅરંટી છે? શું માત્ર મીડિયામાં નિવેદનો કરવા માત્રથી ગુજરાતની પ્રજા મોદી વિરુદ્ધ કરવામાં આવતા આરોપો ઉપર ભરોસો કરી લેશે? જ્યારે મોદી પોતે પ્રજા વચ્ચે કોંગ્રેસના વાયદાઓ-નિવેદનો અને અહીં સુધી કે દિલ્હમાં બેઠેલા સોનિયા-મનમોહન સુધીના ઉધડા લઈ લે છે. કોંગ્રેસ માટે મોદીથી નિપટવાનો આ બે ‘યા' ઉપરાંત કોઈ નવો ઉપાય વિચારવાનો સમય પાકી ગયો છે.

ગુજરાતમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળ્યે અરસો થઈ ગયો. છેલ્લી વાર 1995ની વિધાનસભાની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને બહુમતી મળી હતી અને તે પણ રેકૉર્ડ બહુમતી. તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યને પગલે પેદા થયેલી સહાનુભૂતિ લહેરમાં કોંગ્રેસે તે ચુંટણીમાં 182માંથી 149 બેઠકો હાસલ કરી હતી. તેના પછી ગુજરાતમાં થયેલ કોઈ પણ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની સીટોનો આંકડો 60થી ઉપર ગયો નથી. જોકે ચુંટણીની હાર છતાં કોંગ્રેસે વિજેતા પક્ષમાં ફાટફૂટ, જોડતોડ અને રાજકીય અસ્થિરતાનો ફાયદો ઉઠાવી 1990-95માં ચિમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તથા 1996-98 દરમિયાન શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ સત્તા-સુખ ભોગવ્યો હતો.

આ રીતે સરવાળે કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લી વાર 1985માં વિધાનસભાની ચુંટણીઓમાં બહુમતી હાસલ કરી હતી. પછી 1990માં ભાજપ-જનતા દળ ગઠબંધન, 1995, 1998, 2002 અને 2007ની વિધાનસભા ચુંટણીઓમાં ભાજપને સતત બે તૃત્યાંશ બહુમતી હાસલ થતી રહે છે. આ દરમિયાન ભાજપમાં પણ નેતૃત્વકર્તા ચહેરાઓ બદલાયાં, નેતાઓ બદલાયાં, પણ કોંગ્રેસનો વનવાસ સમાપ્ત થયું નથી. 1995 અને 1998માં કેશુભાઈ પટેલ હતાં, તો 2002 અને 2007માં નરેન્દ્ર મોદીના ઉદય બાદ કોંગ્રેસના અસ્તાચલ સૂર્ય ઉપર જાણે ગ્રહણ જ લાગી ગયું.

English summary
Gujarat Congress depends on only two ‘A’ in assembly election-2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X