ભરતસિંહ સોલંકીના રામની શીલાઓ પર કુતરા પેશાબ કરે છે ના નિવદન પર વિવાદ
ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ બફાટ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા સમગ્ર દેશમાથી કુમ કુમ તીલક કરીને શીલાઓ એક્ત્ર કરવામાં આવેલી અને આ શીલાઓનો ઉપયોગ રામ મંદીર બનાવામાં કરવામાં આવનાર છે એવુ
ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ બફાટ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા સમગ્ર દેશમાથી કુમ કુમ તીલક કરીને શીલાઓ એક્ત્ર કરવામાં આવેલી અને આ શીલાઓનો ઉપયોગ રામ મંદીર બનાવામાં કરવામાં આવનાર છે એવુ કહેનાર ભાજપ લોકોને છેતર્યા છે. અંહિયાથી લઇ જવામાં આવેલ શીલાઓ પર શ્વાન પેશાબ કરતા હતા. રામના નામે રૂપિયા ઉઘરાવામાં આવ્યા હતા. અને રૂપિયા હવામાં ઉછાળીને એવુ કહેવામાં આવતુ હતુ કે, જે રૂપિયા રામને રાખવા હોય તે રાખે અને બીજા આપણે રાખી લઇશુ.

ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતુ કે, માધવસિંહ સોલંકીને કોગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજને નેતૃત્વ આપ્યુ હતુ ભાજપ હિન્દુ અને હિન્દુ ધર્મના નામે ભાગલા પાડે છે. શુ ઓબીસી હિન્દુ નથી. શુ આદિવાસી ઓબીસી નથી. ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો દ્વારા જાતિગત સમિકરણોને ધ્યાનમાં રાખીને સંમેલનો કરવામાં આવતા હોય છે. ત્યારે કોગ્રેસ દ્વારા ધોળકાના વટામણે ખાતે ઓબીસી સંમેલન કરવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
