શૈલેશ પરમારના વિરોધમાં ત્રણ કોંગ્રેસી નેતાઓના રાજીનામા

કોંગ્રેસે ગુજરાતની દાણીલીમડા બેઠક માટે શૈલેષ પરમારના નામની જાહેરાત કરી છે જેના વિરોધમાં કોગ્રેસના પ્રવક્તા જયંતિ પરમારે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જયંતિ પરમારે રાજીનામુ આપી દીધું છે. તેમની સાથે સાથે ઉપપ્રમુખ ગીરીશ પરમાર, શહેર મહામંત્રી ખેમચંદ સોલંકી પ્રદેશમંત્રી ગુણવંત મકવાણાએ પણ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઇકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક બાદ 52 ઉમેદવારોની પ્રથમ અને 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જોકે 46 ઉમેદવારોની બીજી યાદી કોંગ્રેસે પરત ખેંચી લીધી હતી.












Click it and Unblock the Notifications
