ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ બદ્રી કેદારનાથ શંકરાચાર્યના આશિર્વાદ લીધા!
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા સહિત ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ અધ્વેત આશ્રમ અમદાવાદ ખાતે જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, “સનાતન ધર્મએ હંમેશા આપણી સંસ્કૃતિને ભાઈચારાનો રસ્તો દર્શાવ્યો છે. આજે અધ્વેત આશ્રમમાં આવીને શંકરાચાર્યજીના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તેમની પાસે ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે અને દેશમાં કોઈ દુઃખી ના રહે તેના માટે કામના કરીને આશીર્વાદ મેળવ્યાં છે.”
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ સહિત શહેરના આગેવાનો તથા કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યાં હતાં.

Click it and Unblock the Notifications