Gujarat congress president : ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ માટે આ ત્રણ નામ સૌથી આગળ
Gujarat congress president : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની શકયતાઓ વચ્ચે પ્રદેશ પ્રમુખ પદ માટે રસાકસી ચાલી રહી છે. પ્રદેશ અધ્યક્ષ પદ માટે નવી જવાબદારી કોણે સંભાળશે તે અંગે દિલ્હીમાં હાલ ચર્ચા ગતિવિધિઓ તેજ થઈ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરીને નવા આગેવાન અંગે મંતવ્યો સાંભળ્યા છે. સૂત્રો અનુસાર પ્રદેશ પ્રમુખ માટે ત્રણ નામોની ચર્ચા સૌથી વધુ છે. આમાં અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સૌથી આગળ છે. આ ત્રણેય નેતાઓનો પાર્ટીમાં સારો પ્રભાવ અને સપોર્ટબેઝ છે.

વિશેષ વાત એ છે કે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે પણ નવી પસંદગી કરવામાં આવશે. અહીં શૈલેષ પરમાર અને કિરીટ પટેલના નામ ચર્ચામાં છે. બંને નાગરિકો અને પક્ષમાં લોકપ્રિયતા ધરાવે છે અને હાલની રાજકીય સ્થિતિમાં યોગ્ય નેતૃત્વ આપી શકે છે.
આ પદ માટે શરૂ થયેલી પ્રક્રિયાને લઈ ઘણા સીનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. તેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર સામેલ છે.
હાલના રાજકીય સંજોગોમાં રાજ્ય યુનિટમાં નવસર્જન કરવાની જરૂરિયાત છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હાઇકમાન્ડ કઈ પસંદગી કરે છે અને ગુજરાત કોંગ્રેસમાં કયા નવા અધ્યક્ષ સામે આવે છે.
જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના દગાખોર નેતાઓને લઈને આકરા પાણીએ જોવા મળ્યા છે. તેમણે વારંવાર રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવાની પણ વાત કરી છે. હવે જોવાનું એ રહે છે કે આગળના દિવસોમાં કોંગ્રેસ કેવી કાર્યવાહી કરે છે.












Click it and Unblock the Notifications
