નોટબંધી પર કોંગ્રેસના વિરોધની તસવીરો જુઓ અહીં.

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ ભારતભરમાં કોંગ્રેસ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંસદમાં પણ આ અંગે કોંગ્રેસે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે પોતાના વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવવા માટે આજે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહના ઘરનો ધેરાવો કરવામાં આવ્યો હતો.

congress

જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જેમની પોલિસે અટક કરી હતી.

congress


તો બીજી તરફ સુરતમાં પણ કોંગી નેતાઓએ રસ્તા પર શાકભાજી અને દૂધ ફેંકી પોતાનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે બુધવારે પણ કોંગ્રેસી નેતાઓએ અમદાવાદમાં આરબીઆઇ ખાતે દૂધ અને શાકભાજી ઢોળી રસ્તો ચક્કાજામ કર્યો હતો. જે બાદ પોલિસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

congress protest


નોંધનીય છે કે આગમી દિવસોમાં પણ કોંગ્રેસ આ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની છે. જે મુજબ આ ઉપરાંત 25મીએ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ રેલ અને એસટી રોકો આંદોલનકાર્યક્રમ તેમજ 26મીએ બાઇક રેલી યોજાશે. અને 27મીએ ભાજપના ધારાસભ્યો અને એમપીના ઘરે દેખાવો કરી, 28મી નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપશે.

congress
English summary
See here, photos of Gujarat congress protest on Demonetisation.
Please Wait while comments are loading...