ગુજરાત કોંગ્રેસે બહાર પાડ્યો તેનો ચૂંટણી ઢંઢેરો, કર્યા આ વાયદા

Posted By:
Subscribe to Oneindia News

સોમવારે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંંઢેરો બહાર પાડ્યો છે. ભરતસિંહ સોલંકીએ તેને લોકોના લક્ષી ચૂંટણી ઢંઢેરો કહ્યો છે. ભરત સિંહ સોલંકીએ એક પ્રેસવાર્તા કરી આ અંગે વધુ જાણકારી આપી છે. આ વખતની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો તે પ્રજાલક્ષી કેવા કામોને પ્રાધાન્ય આપશે તે અંગે આ ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટોમાં જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 9મી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન શરૂ થવાનું છે ત્યારે ખૂબ જ મોડો ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ભાજપે પણ જણાવ્યું છે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પછી જ તે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. ત્યારે કોંગ્રેસે તેના આ ચૂંટણી ઢંઢેરામાં શું વચનો જનતાને આપ્યા છે તે અંગે વિગતવાર જાણો અહીં.

congress

કોંગ્રેસ અધ્યક્ષ ભરત સિંહ સોલંકી, કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગહલોત, રણદીપ સુરજેવાલની હાજરીમાં આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે. પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે તે બધાને સાચા અર્થમાં સાથે લઇને ગુજરાતનો વિકાસ કરવા માંગે છે. નોંધનીય છે કે સેમ પિત્રૌદા અને મધુસુદન મિસ્ત્રીએ આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. જેમાં ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરવાની વાત કહી છે. તેમણે જણાવ્યું કે પ્રદેશમાં દરેક ખેડૂત પર 38100 રૂપિયાનું દેવું છે. કોંગ્રેસે સાથે જ 16 કલાક વિજળી આપવાની વાત પણ કહી છે. અને વિજળી ચોરીના કેસ પાછા લેવા અને કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારીઓને સ્થાઇ કરવાની પણ વાત કરી છે. સાથે જ પેટ્રોલ અને ડિઝલના ભાવ 10 રૂપિયા ઓછા કરવાનું પણ કહ્યું છે.

English summary
Gujarat Congress released its Manifesto for Gujarat Election 2017. Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.