રાજ્યની અડધી વસ્તીએ લીધો રસીનો પ્રથમ ડોઝ, 15 ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ
રાજ્યમાં કોરોના સામે રક્ષણ આપતી રસીના કુલ 4.39 લાખ ડોઝના સંચાલન સાથે 29 જુલાઇ સુધીમાં 3.26 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
Gujarat Corona Vaccine Update : રાજ્યમાં કોરોના સામે રક્ષણ આપતી રસીના કુલ 4.39 લાખ ડોઝના સંચાલન સાથે 29 જુલાઇ સુધીમાં 3.26 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલી અખબારી યાદી મુજબ, ગુજરાતમાં હવે રસી લેવા લાયક વસ્તીના અડધા લોકોને પ્રથમ ડોઝથી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ માટે કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દરેક લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં રસી લાયક વસ્તીમાંથી 15 ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ
ગુજરાતમાં લગભગ કુલ 4.93 કરોડ લોકો રસી લેવા લાયક છે, જેમાંથી 2.48 કરોડ લોકોએ કોરોનાથી રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે, આ અંગે ગુજરાત સરકારે અખબારી યાદી દ્વારા માહિતી આપી હતી. જેમાં જણાવાયું છે કે, રાજ્યમાં 77 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, આ રીતે રાજ્યમાં રસી લાયક વસ્તીમાંથી 15 ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ છે.

ટાગોર હોલ ખાતે આજે રસીકરણની કામગીરી રહેશે બંધ
અમદાવાદ શહેરમાં કોરોના સામે રક્ષણ આપતી રસી માટેના મુખ્ય રસીકરણ કેન્દ્રોમાંથી એક એવા ટાગોર હોલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય માસિક બોર્ડ મીટિંગ હોવાને કારણે 30 જુલાઈના રોજ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગુરુવારના રોજ કોરોનાના 27 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુરુવારના રોજ કોરોના સંક્રમણને કારણે કોઈ જાનહાની નોંધાઇ ન હતી, જે સારા સમાચાર છે.












Click it and Unblock the Notifications
