ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8913 અને કુલ મોત 1979
ગુજરાતની વાત કરીએ તો આજે 7 જુલાઈના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 778 કોરોના દર્દી નોંધવામાં આવ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો આજે 7 જુલાઈના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 778 કોરોના દર્દી નોંધવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 8913 થઈ ગઈ છે જેમાંથી 61 વેન્ટીલેટર પર છે અને 8852 સ્ટેબલ છે. વળી, 1979 લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે અને 26744 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,25,830 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 2,77,064 વ્યક્તિઓ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી 2,73,684 વ્યક્તિઓ હોમ ક્વૉરંટાઈન છે અને 3380 વ્યક્તિઓને ફેસીલિટી ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજના દિવસે જિલ્લાવાર કોરોના મૃત્યુઆંક જોઈએ તો અમદાવાદ કૉર્પોરેશનમાં 7, સુરત કૉર્પોરેશનમાં 4, સુરતમાં 2, અરવલ્લીમાં 2, બનાસકાંઠામાં 1, ખેડામાં 1 એમ કુલ 17 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આજના દિવસમાં કોરોના સંક્રમિતની સંખ્યા સુરત કૉર્પોરેશન 204, અમદાવાદ કૉર્પોરેશન 172, વડોદરા કૉર્પોરેશન 49, સુરત 45, રાજકોટ કૉર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15, ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કૉર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદમાં 10 નોંધવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
