For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોના ટેસ્ટનો આંકડો પહોંચ્યો 2 કરોડને પાર, સક્રિય દર્દીઓની સંખ્યા હવે 1 લાખથી વધુ

ગુજરાતમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોની કોરોના તપાસ થઈ ચૂકી છે. જેમાંથી 7,52,619 ના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોની કોરોના તપાસ થઈ ચૂકી છે. જેમાંથી 7,52,619 ના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા. વળી, વાયરસના કારણે 9 હજારથી વધુ મોત થયા છે. સરકારી આંકડા 9,121 મોત જણાવી રહ્યા છે. જો કે કોંગ્રેસનો દાવો છે કે રાજ્યમાં 2 લાખથી વધુ લોકો માર્યા ગયા છે. આરોગ્ય વિભાગે કહ્યુ છે કે ગુજરાતમાં 6,38,590 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને રિકવરી રેટ હવે 84.8% છે.

corona

આરોગ્ય વિભાગ તરફથી માહિતી આપવામાં આવી કે ગયા શનિવારે (એક દિવસ દરમિયાન) 128320 ટેસ્ટ કરવામાં આવ્યા. રવિવાર સુધી આખા રાજ્યમાં 2,02,30,784 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા હતા. રાજ્યમાં કુલ કરવામાં આવેલ ટેસ્ટમાં સૌથી વધુ 4247382 સુરત જિલ્લાાં તેમજ 4183785 અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યા છે. ટેસ્ટ સંખ્યાના આધારે હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમણ દર 3.70 ટકાની આસપાસ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 5.29 ટકા અને વડોદરામાં 5.28 ટકાની આસપાસ છે.

અનુષ્કા શેટ્ટીના અનસીન ફોટાએ ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

મુખ્ય જિલ્લાઓમાં ટેસ્ટની સંખ્યા, સંક્રમિત અને મોત

ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોનાના સર્વાધિક ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ તેમજ ગાંધીનગર જિલ્લા શામેલ છે. તેના આંકડા આ મુજબ છે.

જિલ્લાનુ નામ/કોરોના ટેસ્ટ/કુલ સંક્રમિત/મોત

અમદાવાદ - 4183785/221374/3202
સુરત - 4247382/134677/1801
વડોદરા - 1259710/66573/688
રાજકોટ - 1472217/52619/653
જામનગર - 554697/31886/401
ભાવનગર - 764578/19389/255
જૂનાગઢ - 494355/16274/220
ગાંધીનગર - 538883/19121/185

English summary
Gujarat covid test exceeded 2 crore, active patients now more than 1 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X