Gujarat News: કૃષિ રાહત પેકેજનો લાભ લેવા 14 નવેમ્બરથી 15 દિવસ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા ₹9,815 કરોડના રાહત પેકેજનો લાભ લેવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત: ગ્રામ પંચાયતના VCE/VLE મારફત અરજી કરવાની રહેશે, સહાય DBT દ્વારા સીધી ખાતામાં જમા.

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદને કારણે ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે CM ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદના સાથે ઊભા રહીને ₹9,815 કરોડનું ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું હતું.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા આ રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજી પોર્ટલ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે.
14 નવેમ્બરથી પોર્ટલ થશે કાર્યરત
કૃષિ મંત્રીના જણાવ્યા મુજબ, પાક નુકસાનીની સહાય મેળવવા માટેનું ઓનલાઈન પોર્ટલ:
- ક્યારે શરૂ થશે: 14 નવેમ્બર, શુક્રવાર, બપોરે 12 કલાકથી.
- સમય મર્યાદા: પોર્ટલ 15 દિવસ સુધી કાર્યરત રહેશે. જરૂર જણાશે તો રાજ્ય સરકાર સમય મર્યાદામાં વધારો કરવા માટે પણ સકારાત્મક અભિગમ ધરાવે છે.
- ઓનલાઈન પોર્ટલ લિંક: ખેડૂતોએ https://krp.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.
અરજી પ્રક્રિયા અને સીધી સહાય જમા
આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નીચે મુજબની પ્રક્રિયા અનુસરવાની રહેશે.
- અરજી માધ્યમ: ખેડૂતોએ ગ્રામ પંચાયતના VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) અથવા VLE (વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર) મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- કાગળો: ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતો જ અરજી કરી શકશે.
- ફી: ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં.
- સહાયની ચુકવણી: આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી PFMS/RTGS મારફત સીધી લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
- મેપિંગ: ઓનલાઇન અરજી પ્રક્રિયા સરળ બનાવવા માટે રાજ્યના 16,500થી વધુ ગામોનું ઓનલાઈન પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવ્યું છે.
કૃષિમંત્રીએ ખાતરી આપી હતી કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી કરીને તાત્કાલિક સહાય ચૂકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
