For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો

મહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો

|
Google Oneindia Gujarati News

મહેસાણાઃ ગુજરાતમાં અવારનવાર દલિત સમુદાયના લોકો સાથે ભેદભાવના અહેવાલ મળતા રહે છે. ઉનાની ઘટના બાદ આવા પ્રકારની ઘટનાઓને લઈ દેશભરમાં વિવાદ છવાયો હતો. આવી ઘટનાઓ બાદ દલિત સમુદાયના લોકોમાં ભારે ગુસ્સો છે. આ કારણે જ દલિત સમુદાયના લોકોએ જાનવરોના શબ ઉઠાવવા જેવા કામ કરવા બંધ કરી દીધાં છે. મહેસાણાના લોર ગામમાં પણ આવા પ્રકારનો મામલો સામે આવ્યો છે. ઉચ્ચ જાતિના લોકો પર ભેદભાવનો આરોપ લગાવતા લોરમાં દલિતોએ મૃત જાનવરોને ઉઠાવવાના પ્રથાગત કામને બંધ કરી દીધું છે. તેમનું કહેવું છે કે આ બહુ ગંદી અને અવૈતનિક નોકરી છે જે તેમણે મજબૂરીમાં કરવી પડે છે.

જાનવરોના મૃતદેહ નથી ઉપાડતા દલિતો

જાનવરોના મૃતદેહ નથી ઉપાડતા દલિતો

6 મહિના પહેલા વિક્રમ ઠાકોરની ભેંસનું મૃત્યુ થયું હતું. તે મૃતદેહને ટ્રેક્ટરથી મહેસાણાના લો ગામના બાહરી વિસ્તારમાં એક નિર્જન જગ્યાએ લઈ ગયો. વિક્રમે જણાવ્યું, કે મૃતદેહને ઠેકાણે લગાવવાનું કામ મેં ખુદ કર્યું. ગામના દલિતોએ બે વર્ષ પહેલા જ જાનવરોના મૃતદેહ ઉઠાવવાનું કામ બંધ કરી દીધું હતું. થોડા મહિના પહેલા મારા ઘરની બાજુમાં એક કુતરાનું મોત થઈ ગયું હતું અને મારે આવી રીતે જ એ મૃતદેહને પણ ઉઠાવવો પડ્યો હતો.

સવર્ણોએ દલિતોના સામાજિક બહિષ્કારનો ફેસલો કર્યો હતો

સવર્ણોએ દલિતોના સામાજિક બહિષ્કારનો ફેસલો કર્યો હતો

દલિતોએ આ ફેસલો એટલા માટે લીધો છે કેમ કે સવર્ણોએ દલિતોના સામાજિક બહિષ્કાર કરવાનો ફેસલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે એક દલિત વરરાજાએ ઘોડા પર જાન કાઢી તો ગામના સવર્ણોએ 8મી મેના રોજ દલિતોના સામાજિક બહિષ્કારનું આહ્વાન કર્યું. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત 5 સવર્ણો વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

મહેસાણાના લોર ગામનો મામલો

મહેસાણાના લોર ગામનો મામલો

લોરમાં ઠાકોરોની બહુમતિ છે અને તેમની વસ્તી 1600થી પણ વધુ છે. વિક્રમ ઠાકોર સહતના સમાજના કેટલાક અગ્રણીઓએ સંકેત આપ્યા હતા કે તેઓને દલિતોનો મૃતદેહ ન ઉઠાવવાનો નિર્ણય પસંદ નથી, પરંતુ તેમને મજબૂર ન કરી શકાય. આ મુદ્દો કથિત બહિષ્કાર સાથે જોડાયેલો હોવાના આરોપોને વિક્રમ ઠાકોરે ફગાવી દીધો હતો. જેના પર મુકેશ શ્રીમાલીએ કહ્યું કે, 'અમારી જૂની પેઢી જાનવરોના મૃતદેહને ઉઠાવતી હતી અને આ પ્રથા વર્ષોથી ચાલતી આવી રહી છે. આના માટે કાંઈ વેતન નહોતું મળતું, લાંબા સમયથી પરંપરાગત પ્રથા તરીકે આ કામ કરતા આવ્યા છીએ. તેમને લાગે છે કે દલિતોએ આ કામ કરવું પડશે.'

લોરમાં ઠાકોરની બહુમતી

લોરમાં ઠાકોરની બહુમતી

કોઈપણ આ કામ મજબૂરીમાં કરતા હોય છે, આ બહુ ગંદુ છે. અમારા સમુદાયમાંથી ગામમાં 4-5 ડૉક્ટર છે. અમારા લોકોમાંથી એક પ્રોફેસર છે, એક હેડ કોન્સ્ટેબલ અને એક વકીલ છે. અમારી યુવા પેઢી આ કામ કરવા તૈયાર નથી. માટે અમારા નેતાઓએ નક્કી કર્યું કે હવે જાનવરોના મૃતદેહને નિપટાવવાનું કામ નહી કરીએ. તાલ-સહ-મંત્રી વર્ષા ઠાકોરે કહ્યું કે, સમજૂતી માટે બેઠક દરમિયાન બિન દલિતોની એક મુખ્ય ફરિયાદ રહી હતી કે દલિતો હવે જાનવરોના મૃતદેહને નથી ઉઠાવતા. જેમના લગ્ન બાદ દલિતોએ કથિત રીતે સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો તેમનું કહેવું છે કે અમે સામાજિક મજબૂરીમાં આ કામ કરતા હતા, મેં મૃત જાનવરો ઉઠાવ્યાં હતાં. જ્યારે અમે મૃત જાનવરોને ઉઠાવતા હતા ત્યારે બિનદલિતોએ અમારી સાથે ધિક્કારજનક વ્યવહાર કર્યો.

ગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ ગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ

English summary
Gujarat: dalits stop disposing animal carcasses, want equal treatment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X