ડીસાનુ મુખ્ય માર્કેટ યાર્ડ હરાજી શરૂ થતા ધમધમ્યુ
કોરોના વાયરસના પગલે ભારતમાં છેલ્લા એક મહિનાથી લૉકડાઉન આપવામાં આવેલુ છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે માર્કેડ યાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના પગલે ભારતમાં છેલ્લા એક મહિનાથી લૉકડાઉન આપવામાં આવેલુ છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે માર્કેડ યાર્ડ શરૂ કરવામાં આવ્યા છે. ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉં અને બાજરીની હરાજી શરૂ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય જણસોની હરાજી શરૂ કરવામાં આવશે. મહત્વનુ છે કે છેલ્લા એક મહિનાથી બંધ પડેલુ ડીસાનુ મુખ્ય માર્કેટ યાર્ડ ધમધમવા માંડ્યુ છે.

Recommended Video

માર્કેટ યાર્ડની શરૂઆત કરતા ડીસાના માર્કેટ ટ્રેડને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવ્યુ હતુ. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 20 એપ્રિલે લૉકડાઉનમાં અપાયેલી છૂટછાટની જાહેરાત બાદ ડીસાના માર્કેટ યાર્ડને શરૂ કરવામાં આવ્યુ. ડીસા માર્કેટ યાર્ડમાં માત્ર ઘઉં અને બાજરીની જ હરાજી કરવામાં આવી હતી. જ્યારે આવતીકાલે ઘઉં, બાજરી અને રાયડાની હરાજી કરવામાં આવશે. આ ઉપરાંત એરંડા, રાયડાની અને 23 એપ્રિલના રોજ રાજગરો અને જીરુની હરાજી કરવામાં આવશે.
હરાજી દરમિયાન માર્કેટમાં આવતા ખેડૂતોને ફરજિયાત માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટંસીંગ જાળવવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. માર્કેટ યાર્ડની શરૂઆતના પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં ખૂબ જ ઓછી આવક નોંધાઈ હતી.












Click it and Unblock the Notifications
