ગુજરાત વિધાનસભા સત્રઃ કોંગ્રેસ ધારાસભ્યએ ગુસ્સામાં ફેંક્યુ માઈક, પ્રેસ કૉન્ફરન્સ કરી આપી સફાઈ
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલ મોનસુન સત્ર વચ્ચે એક કોંગ્રેસી ધારાસભ્યએ માઈક ઉઠાવીને ફેંકી દીધુ.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલ મોનસુન સત્ર વચ્ચે એક કોંગ્રેસી ધારાસભ્યએ માઈક ઉઠાવીને ફેંકી દીધુ. હોબાળાની આ સ્થિતિ સત્તા પક્ષ અને વિપક્ષની ચર્ચા દરમિયાન બની. મજૂર કાયદા માટેનુ બિલ પાસ કરવામાં આવી રહ્યુ હતુ. માઈક ફેંકવાની ઘટનાની બીજા દિવસે કોંગ્રેસ ધારાસભ્યએ પ્રેસ કૉન્ફરન્સ પણ કરી. માહિતી મુજબ વિધાનસભા પરિસરમાં સત્ર દરમિયાન જે ધારાસભ્યએ માઈક ફેંક્યુ તે નૌશાદ સોલંકી છે. તે કોંગ્રેસના ધારાસભ્ય છે.

નૌશાદે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં સફાઈ આપતા કહ્યુ કે, 'ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા બોલવામાં આવેલ શબ્દોથી હું દુઃખી થઈ ગયો હતો. ત્યારે ગુસ્સામાં આમ કર્યુ.' તમને જણાવી દઈએ કે માઈક ફેંકવાની આ ઘટના રાતના સમયે બની જ્યાં બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે ભારે હોબાળો થઈ ગયો હતો. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રેક્ષક ગેેલેરીમાંથી બોલી રહ્યા હતા. આ દરમિયાન સ્કોપની બહાર બોલવા માટે ભાજપ દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો. વળી, નૌશાદ સોલંકી વિધાનસભા ગૃહની ગેલેરીમાં ધરણા પર બેસી ગયા અને કહ્યુ કે નિતિન પટેલ મને કૉન્ટ્રાક્ટર સાબિત કરે અથવા માફી માંગે. બાદમાં નૌશાદ વિધાનસભા અધ્યક્ષ પાસે જઈ પહોંચ્યા અને વિપક્ષનુ અપમાન કરવાનો આરોપ લગાવ્યો. એ વખતે નૌશાદે માઈક ફેંક્યુ.
બાદમાં નૌશાદને અલગ કરવામાં આવ્યા અને ઘણુ સમજાવવામાં આવ્યા. ત્યારે નૌશાદ ધરણા પરથી ઉઠ્યા. ભાજપ ધારાસભ્યોએ કહ્યુ કે નૌશાદે અસભ્ય વ્યવહાર કર્યો, તેમના પર કાર્યવાહી કરવામાં આવે. વાસ્તવમાં સત્ર દરમિયાન ડેપ્યુટી સીએમ નિતિન પટેલે મજાકમાં નૌશાદ સોલંકીને કૉન્ટ્રાક્ટર કહી દીધા જેનો અર્થ સામાન્ય રીતે દલાલ થાય છે. આ વાત પર નૌશાદને ગુસ્સો આવી ગયો અને નિતિન પટેલ પર ભડકી ગયા. એ વખતે અન્ય કોંગ્રેસ ધારાસભ્યોએ પણ જોરદાર હંગામો કર્યો. ઘણા ધારાસભ્યો તો બહાર નીકળીને ધરણા પર પણ બેસી ગયા.












Click it and Unblock the Notifications
