ગુજરાત સરકાર દ્વારા દસ્તાવેજોના નિયમોમાં ફેરફાર, નવી ફી લાગુ કરાઈ
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી કામગીરીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઓનલાઇન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે હવે દસ્તાવેજના નિયમોમાં ફેરફાર કરી નવી ફી લાગુ કરાઈ છે.

મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, હવેથી રાજ્યમાં ઇ-રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવતા દરેક દસ્તાવેજ પર ચોક્કસ પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. આ નવા નિયમનો અમલ ટૂંક સમયમાં જ તમામ નોંધણી કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે.
નવા સુધારા મુજબ, ઇ-રજીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી કરાવતા દરેક દસ્તાવેજ દીઠ અરજદારે 100 પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાના રહેશે. આ ફી ઓનલાઇન સિસ્ટમની જાળવણી અને ટેકનિકલ સુવિધાઓના અપગ્રેડેશન માટે લેવાશે.
મિલકતની ખરીદ-વેચાણ કે અન્ય કાયદેસરના કરારો વખતે હવે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ઉપરાંત આ વધારાનો ખર્ચ થશે. જોકે સરકારના મતે આ રકમ સામાન્ય હોવાથી જનતા પર કોઈ મોટો બોજ નહીં પડે.
ડિજિટલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે મહેસૂલ વિભાગ સતત પ્રયત્નશીલ છે. આ નવી ફીથી ઓનલાઇન પોર્ટલની કામગીરીમાં વધુ સુધારો થશે અને અરજદારોને આધુનિક સુવિધાઓ પણ મળી રહેશે.












Click it and Unblock the Notifications
