Gujarat Earthquake : કચ્છમાં ફરી ધરા ધ્રૂજી, કોઈ જાનહાની નહીં
ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિયોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જણાવ્યા મુજબ ભૂકંપ સાંજે 6.40 કલાકે નોંધ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ભચાઉથી 19 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આ પહેલા 17 મેના રોજ ભૂકંપના આંચકા અનુભવાય હતા, જેની તીવ્રતા 4.2 રહી હતી.

કચ્છ જિલ્લા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજના ભૂકંપ બાદ જાનહાનીના કોઈ અહેવાલ નથી. કચ્છ જિલ્લો ભૂસ્તરીય પ્રવૃતિઓથી ભરેલો હાઈ રિસ્ક ઝોન છે. અહીં સમયાંતરે ઓછી તીવ્રતાના ભૂકંપ આવતા રહે છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2001માં કચ્છના ભુજમાં ભૂકંપ આવ્યો હતો. છેલ્લી બે સદીઓમાં તે ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો. ત્યારે 13,800 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભુકંપ દરમિયાન 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.
Gujarat Earthquake : કચ્છ જિલ્લામાં ગુરુવારના રોજ ભૂકંપના આંચકા અનુભવાય હતા, જેનું કેન્દ્ર ભચાઉ હતું. આ ભૂકંપની તીવ્રતા 3 ની મપાઈ હતી.












Click it and Unblock the Notifications
