Gujarat Earthquake : 24 કલાકમાં બીજી વાર કચ્છ અને અમરેલીમાં અનુભવાયા ભૂકંપના આંચકા
Gujarat Earthquake : રાજ્યના બે જિલ્લામાં 24 કલાકના ગાળામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા કચ્છમાં 3.8 અને અમરેલીમાં 3.3 નોંધાઈ હતી. જોકે, આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
Gujarat Earthquake : ગુજરાતના બે જિલ્લામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ વિજ્ઞાન અનુસંધાન સંસ્થાન દ્વારા જણાવ્યા અનુસાર, કચ્છમાં 3.8 અને અમરેલી 3.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, જિલ્લા અધિકારીઓએ જાણકારી આપી હતી કે, આ ભૂકંપમાં કોઇ જાનમાલનું નુકસાન થયું હોવાની જાણકારી નથી.

બે જિલ્લામાં ભૂકંપ
ISR અધિકારીઓના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં સવારે 10.49 કલાકે 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુકચ્છના લખપત શહેરથી 62 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 15 કિમીની ઊંડાઈએ હતું.
ગાંધીનગર સ્થિત ISR અધિકારીઓએ જણાવ્યું હતું કે,સોમવારની સવારે 1.42 કલાકે અમરેલી જિલ્લાના મિતિયાળા ગામ નજીક 7.1 કિમીની ઊંડાઈએ 3.3ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયોહતો.

બે વર્ષમાં 400 વાર ધ્રૂજી ધરા
ISR અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં અમરેલીમાં આ પાંચમો આંચકો હતો, જેની તીવ્રતા 3.1 અને 3.4 ની વચ્ચે હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં લગભગ 400 જેટલા હળવા આંચકા
નોંધાયા છે.

ખૂબ જ વિનાશક હતો 2001નો ભૂકંપ
મોટાભાગે નાના ધરતીકંપોના ક્રમ, જેને સ્વોર્મ કહેવાય છે, તે સામાન્ય રીતે અલ્પજીવી હોય છે. આ ધ્રુજારી દિવસો, અઠવાડિયા કે ક્યારેકમહિનાઓ સુધી ચાલુ રહી શકે છે અને તે જ જગ્યાએ વારંવાર આવી શકે છે.
જાન્યુઆરી 2001માં કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ આવ્યોહતો, જેમાં 13,800 લોકો માર્યા ગયા અને અન્ય 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે જિલ્લાના વિવિધ નગરો અનેગામડાઓમાં મિલકતોને વ્યાપક નુકસાન થયું હતું.












Click it and Unblock the Notifications
