For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ બોર્ડનું પેપર ખોટુ ચેક કરનાર શિક્ષકોના નામ છાપશે શિક્ષણ વિભાગ

ગુજરાત સરકારે દર મહિને એ તમામ શિક્ષકોના નામ ખુલ્લા પાડવાનો નિર્ણય કર્યો છે જે બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસતી વખતે ભૂલો કરે છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે દર મહિને એ તમામ શિક્ષકોના નામ ખુલ્લા પાડવાનો નિર્ણય કર્યો છે જે બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસતી વખતે ભૂલો કરે છે. સરકાર આ શિક્ષકોના નામ દર મહિને છપાનાર પત્રિકા દ્વારા ખુલ્લા પાડશે. આ પત્રિકામાં બધા 6000 શિક્ષકોના નામ હશે જેમણે ઉત્તરવહી ચેક કરતી વખતે તેમાં ભૂલ કરી હોય. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચેક કરનારા શિક્ષકોની ભૂલને ખુલ્લી પાડવાના સરકારના આ નિર્ણય બાદ શિક્ષકોમાં આ અંગે ઘણી ચિંતા પ્રસરી ગઈ છે.

આ શિક્ષકોના નામ આવશે સામે

આ શિક્ષકોના નામ આવશે સામે

ગુજરાત સરકારે આ નિર્ણય એ સમયે લીધો જ્યારે શિક્ષકો સતત પોતાની ભૂલો સુધારી નહોતા રહ્યા અને ઘણી વાર આ ભૂલો કરતા આવ્યા છે. સરકાર તરફથી કુલ 6634 નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રદેશમાં કુલ 20000 શિક્ષકો છે જે બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ ચેક કરે છે. શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે આ યાદીમાં એ શિક્ષકોના નામ શામેલ છે જેમણે ઉત્તરવહી ચેક કર્યા બાદ જે ગુણ આપ્યા હોય તેની ગણતરીમાં ઓછામાં ઓછા 10 ગુણની ભૂલ થઈ હોય.

અલગ અલગ મત

અલગ અલગ મત

આ યાદીને બે એડીશનમાં છાપવામાં આવશે જેનું નામ છે શિક્ષણ અને પરીક્ષણ. તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ દર મહિને 17000 જર્નલ છાપે છે જેને તે દરેક શાળામાં આપવામાં આવે છે જે ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન છે. તમને જણાવી દઈએ કે સ્ટેટ હાયર સેકન્ડરી ટીચર્સ ફેડરેશનમાં કુલ 35000 સભ્યો છે. આ સૌએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યુ છે. ફેડરેશનના અધ્યક્ષ પંકજ પટેલનું કહેવુ છે કે અમે જાણીએ છીએ કે ઘણા શિક્ષકો એવા છે જે પોતાનું કામ યોગ્ય રીતે નથી કરતા. અમે અમારા જિલ્લા સ્તરના સેમિનારમાં પણ આ શિક્ષકોને કહ્યુ હતુ કે તે ઉત્તરવહી એ રીતે ચેક કરે જેમકે પોતાના બાળકની ઉત્તરવહી ચેક કરી રહ્યા હોય.

આવતા વર્ષે થઈ શકે છે મુશ્કેલી

આવતા વર્ષે થઈ શકે છે મુશ્કેલી

વળી, બીજી તરફ એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ જેમાં પ્રાઈવેટ સંસ્થાઓ પણ સંલગ્ન છે તેણે ચેતવણી આપી છે કે નામ ખુલ્લા પાડીને શરમમાં નાખવાના આ નિર્ણયથી આવનારા સમયમાં મુલ્યાંકન કરનારાની સંખ્યામાં ઘટાડો થશે. એસોસિએશનના અધ્યક્ષ મનન ચોક્સીએ કહ્યુ કે આ પગલુ યોગ્ય છે પરંતુ જો ભૂલ શિક્ષક તરફથ જાણીજોઈને કરવામાં આવી નથી તો આના પરિણામ સારા નહિ આવે. શિક્ષક પેપર ચેકિંગથી દૂર ભાગશે અને આવનારા સમયમાં મુલ્યાંકન કરવારા શિક્ષકોમાં ઘટાડાનો સામનો કરવો પડશે.

English summary
Gujarat education board to name shame the teachers who does errors while evaluation of board exam copy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X