ગુજરાત ચૂંટણી : 44,579 બૂથમાંથી 17,029 બૂથ સંવેદનશીલ

election-commission-of-india
ગાંધીનગર, 6 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું આયોજન કોઇ પણ મોટી સમસ્યા વિના પાર પડે તે માટે ચૂંટણી પંચ દ્વારા તકેદારી લેવામાં આવી છે. આ માટે બૂથ મથકોની સંવેદશીલતાને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને તે મુજબ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગેની માહિતી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલ દ્વારા આપવામાં આવી હતી.

કરવાલના જણાવ્યા અનુસાર "ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 44,579 મતદાન મથકો છે. ચૂંટણી પંચ દ્વારા ચકાસણી બાદ તેમાંથી પૈકી 17,029 મતદાન મથકો સંવેદનશીલ અને હુમલાનો ભોગ બની શકે તેવા છે, જેનું પ્રમાણ કુલ મતદાન મથકોમાં 38.19 ટકા જેટલું છે. સ્થાનિક પોલીસ મથકના રિપોર્ટના આધારે આ 'ક્રિટીકલ' અને 'વર્નરેબલ' મતદાન મથકો નક્કી થયાં છે. ચૂંટણી પંચ જો કે આ મતદાન મથકોની યાદી ગુપ્ત રાખી રહ્યું છે.

ચૂંટણી પંચના સૂત્રો કહે છે કે, આ જોખમી બૂથો મતદાનનો એક દિવસ અગાઉથી સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સના નિયંત્રણમાં રહેશે, તેમાં માઈક્રો ઓબ્ઝર્વર સતત દેખરેખ રાખશે, તદુપરાંત તેની સતત વિડિયોગ્રાફી થશે, જેનું વેબકાસ્ટિંગ કેન્દ્રીય ચૂંટણી પંચની દિલ્હી તથા ગુજરાત કચેરી તેમજ કલેકટર અને રીટર્નિંગ ઓફિસર જોઈ શકશે.
અલબત્ત, સામાન્ય બૂથો કરતાં આ 'ક્રિટીકલ' તથા 'વર્નરેબલ' બૂથો ઉપર સુરક્ષા જવાનો કેટલા વધારે રહેશે, આ બાબત ચૂંટણી પંચ સલામતીનો મુદ્દો આગળ ધરીને જાહેર કરવાનું ટાળી રહ્યું છે.

દરમિયાન ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે, ત્રીજી ઑક્ટોબરથી ગુજરાતમાં ચૂંટણી સંદર્ભે આચારસંહિતા લાગુ થઈ ત્યારથી માંડીથી ચોથી ડિસેમ્બર સુધીમાં સમગ્ર રાજ્યમાં આચારસંહિતા ભંગ બાબત કુલ 54 FIR નોંધવામાં આવી છે, જે પૈકી 35 FIR IPC 188 હેઠળ પ્રોહિબીટરી ઓર્ડરના ભંગ બાબતની છે. જ્યારે 6 FIR IPC 171(b),(h) હેઠળ લાંચ આપી મતો ખરીદવા સંદર્ભની છે, 3 FIR ઉશ્કેરણીજનક ભાષણ અંગેની તથા 4 FIR દારૂબંધીના ઉલ્લંઘન સંદર્ભની છે.

મતદાન સ્લિપોનું વિતરણ ૩ દિવસ પહેલાં પુરું કરાશે

ચૂંટણી પંચ દ્વારા આ વખતે પહેલીવાર મતદારયાદીમાં નોંધાયેલા એ ફોટો ઓળખકાર્ડ ધરાવતા દરેક મતદારને તેણે ક્યા મતદાન મથકમાં અને ક્યા સ્થળે મતદાન કરવાનું છે, તેની વિગત દર્શાવતી સ્લિપ અપાવાની છે. આ અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે "પહેલા તબક્કામાં જ્યાં 13મી ડિસેમ્બરે ચૂંટણી થવાની છે ત્યાં આ સ્લિપો 8મીથી 10મી દરમિયાન ઘેર ઘેર ફરીને ચૂંટણી કર્મચારીઓ વિતરણ કરશે, જ્યારે 17મી ડિસેમ્બરની બીજા તબક્કાની ચૂંટણી માટે આ સ્લીપો 12મીથી 14મી દરમિયાન વહેંચાશે. જેઓ પાસે ચૂંટણી પંચનું ફોટો ઓળખકાર્ડ નથી તેઓ માન્ય 15 પુરાવા પૈકી કોઈ એક દર્શાવીને મતદાન કરી શકશે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X