કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે

Subscribe to Oneindia News

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે હવે પ્રથમ તબક્કાની ચૂંટણી સાવ નજીક છે. પ્રથમ તબક્કાનું મતદાન 9 તારીખના રોજ થવાનું છે ત્યારે ભારતના ચૂંટણી કમિશ્નર એ.કે જોતિ 10 લોકોની ટીમ સાથે ગુજરાતની મુલાકાત લેનાર છે. જે અંતર્ગત આવતી કાલથી બે દિવસ માટે એટલે કે, 2જી તથા 3જી ડિસેમ્બરના રોજ 10 લોકોની ટુકડી ગુજરાત ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તેમજ તેમના પ્રાથમિક કાર્યક્રમ પ્રમાણે તેઓ શનિવારે સવારે એનેક્ષી ખાતે વિવિધ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરશે.

Gujarat Election

તેમજ બપોરે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જિલ્લા પોલીસ વડા તેમજ દરેક જિલ્લાના કલેક્ટરો સાથે પણ તેઓ એક મુલાકાત યોજવાના છે. તે દરમિયાન અથવા તો શુક્રવારે સાંજ સુધીમાં ગુજરાતના નવા ડીજીપી અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. 3 ડિસેમ્બરના રોજ ચૂંટણીપંચની ટીમ રાજ્યના મુખ્ય સચિવો, ડીજીપી તેમજ ગૃહ વિભાગ સાથે બેઠક કરી તમામ આખરી તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરી શકે છે. ટીમ દિલ્હી માટે વિદાય લેતા પહેલા એક પત્રકાર પરિષદનું પણ સંબોધન કરશે.

English summary
Gujarat Election 2017: A team of 10 members of Election Commission along with Election Commissioner A.K.Joti to visit the state.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.