ગાંધીધામમાં અમિત શાહે કહ્યું, રાહુલ ગાંધી NGOના આંકડા બોલે છે

Posted By:
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની પાંચ દિવસીય યાત્રા પર છે. આજે સવારે કચ્છના ગાંધીધામ પહોંચીને અમિત શાહે તેમણે અહીં પ્રેસ કોન્ફર્ન્સ કરી હતી. જ્યાં તેમણે એક પછી એક રાહુલ ગાંધીના સવાલોના જવાબ આપ્યા હતા. અને તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને ખોટા પાડવા પ્રયાસ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે ગુજરાતના ખેડૂતોને કોઇ સમસ્યા નછી. ગુજરાતમાં દરેક ઘરના નળમાં પાણી આવે છે. અનાજનું ઉત્પાદન વધ્યું છે. વિજળીનું ઉત્પાદન વધ્યું છે. કોંગ્રેસના શાસનમાં સાત યુનિવર્સિટી હતી તેની પણ આજે સંખ્યા વધી છે.

Amit Shah

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની પાંચ દિવસીય યાત્રા પર છે. આજે સવારે કચ્છના ગાંધીધામ પહોંચીને અમિત શાહે અહીં પ્રેસ કોન્ફર્ન્સ કરી હતી. જ્યાં તેમણે એક પછી એક રાહુલ ગાંધીના સવાલોના જવાબ આપ્યા હતા. અને તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને ખોટા પાડવા પ્રયાસ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે ગુજરાતના ખેડૂતોને કોઇ સમસ્યા નછી. ગુજરાતમાં દરેક ઘરના નળમાં પાણી આવે છે. અનાજનું ઉત્પાદન વધ્યું છે. વિજળીનું ઉત્પાદન વધ્યું છે. કોંગ્રેસના શાસનમાં સાત યુનિવર્સિટી હતી તેની પણ આજે સંખ્યા વધી છે. આમ 1990 થી 2017 સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે પ્રતિદીન થયો છે.

વધુમાં રાહુલ ગાંધી દ્વારા વારછાની સભામાં અમિત શાહના પુત્ર જય શાહ પર લગાવવામાં આવેલા આરોપ મામલે પણ અમિત શાહે ટિપ્પણી કરી હતી. અમિત શાહે આ અંગે કહ્યું હતું કે જય શાહ વાળા જો રાહુલ ગાંધી પાસે આ અંગે પુરાવા હોય તો તે કોર્ટમાં જાય. તેમણે કહ્યું કે આટલા વખત સુધી ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે તેના સારા કામ માટે. અને હવે ગુજરાતના વિકાસને દુનિયાને સ્વીકારવો પડશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપના શાસન કાળમાં પ્રજાલક્ષી અનેક સારા કામો થયા છે. અને આવનારા પાંચ દિવસોમાં વિવિધ સંપર્ક યાત્રા દ્વારા અમે આ જાણકારી ઘરે ઘરે પહોંચાડીશું.

English summary
Gujarat Election 2017: BJP Amit Shah press conference at Gandhidham Kutch.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.