ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: ભાજપના નેતાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ચૂંટણી હવે ખૂબ નજીક છે, 14 નવેમ્બર અને મંગળવારથી ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. ભાજપ કે કોંગ્રેસ તરફથી હજુ પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી નથી. એવામાં ગીર સોમનાથના તાલાલા બેઠક માટે ભાજપના બાબુભાઇ પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવતા વિવાદ થયો છે. બાબુભાઇ પરમાર ભાજપના જિલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ છે.

gir somnath

આ સાથે જ રાજ્યમાં ભાજપ પક્ષનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો છે. તાલાલાના ભાજપના સ્થાનિક આગેવાનોની માંગણીઓ ન સ્વીકારાતા આ નિર્ણય લેવાયો છે. જિલ્લા ભાજપના મહામંત્રી સહિત 12 દાવેદારો અપક્ષમાં જોડાયા છે. એક તરફ ભાજપના હાઇકમાન્ડ ઉમેદવારોની યાદીની ચર્ચામાં વ્યસ્ત છે, એવામાં આ નવો વિવાદ સામે આવતા હવે ભાજપના મોવડી મંડળમાં આ અપક્ષમાં ફોર્મ ભરનાર અંગે ચર્ચા થઇ રહી છે.

English summary
Gujarat Elections 2017: BJP leader registered nomination as an independent leader.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.