For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દસકોઇ:બાબુ જમના પટેલને ટિકિટ મળતાં 2000 કાર્યકરોના રાજીનામા

ટિકિટ વહેંચણી બાદ રાજ્યમાં વિવિધ સ્થાનિક ભાજપ નેતાઓ અને સમર્થકો નારાજ છેક્યાંય ટિકિટ ન મળવાને કારણે ભાજપ નેતા તથા સમર્થકો નારાજ છે,તો ક્યાંક એ ના એ નેતાને ટિકિટ મળતાં નારાજગી છે

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાત ભાજપમાં હવે ભડકો વધતો જાય છે, ચૂંટણીની ટિકિટની વહેંચણીની સાથે જ શિયાળામાં ભાજપમાં રાજકીય ગરમી વધી ગઈ છે. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત ભજપમાં દસકોઇમાં એક ચક્રી શાસન ભોગવતા બાબુ જમના પટેલ ઉર્ફે બી.જે.પી.ના હુલામણા નામથી ઓળખાતા બિલ્ડર સામે આક્રોશ હતો. એ.પી.એમ.સી સહીત અનેક સહકારી સંસ્થાઓમાં કામ કરતા બાબુ જમના પટેલ સામે જમીન હડપવાનાં અને જમીન કૌભાંડના અનેક આક્ષેપો છે. એમને ટિકિટ નહિ આપવા અનેક રજૂઆતો થયા પછી પણ અમિત શાહના ખાસ બાબુ જમના પટેલને ટિકિટ અપાતા દસકોઇના 2000 કાર્યકરો સહિત 500 હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધા છે.

bjp

બી.જે.પી સામે ભાજપમાં બળવો થઇ જતા હવે ભાજપમાં રાજીનામાં સાથે નારાજગી શરૂ થઇ ગઈ છે અને બી.જે.પી ઉર્ફે બાબુ જમનાનું બીપી વધી ગયું છે કારણકે આના પરિણામે એમનું જીતવું મુશ્કેલ બની જશે. અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ ઠાકોર તથા મોહિનીબેન ઠાકોર સહિત જિલ્લા ઉપાધ્યક્ષ હીનાબેન પટેલે પણ રાજીનામુ આપ્યું છે. તે ઉપરાંત દસકોઇ તાલુકા પંચાયત પ્રમુખ વૈશાલી પટેલ, કારોબારી ચેરમેન અમૃતજી ઠાકોર, તાલુકા પંચાયત ઉપાધ્યક્ષ જનકસિંહ ઠાકોર તથા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય વિષ્ણુભાઈ પટેલ તથા રમેશ પટેલે પણ પોતાના હોદ્દાઓ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે. જિલ્લા ભાજપ કારોબારીમાંથી અશોક ચુનીલાલ પટેલ મીરાબેન ઠાકોરે સક્રિય સભ્ય તરીકેથી રાજીનામુ આપી દીધું છે. દસકોઇ ભાજપ યુવા મોરચાના ફાલ્ગુનભાઈ બાબુભાઇ તથા પસુંદ ગામના સરપંચ શંભુભાઈ શાંતિભાઈ પટેલ કુહા ગામના સરપંચ વીણાબેન ઠાકોર વિરમગામના સરપંચ ધીરુભાઈ પટેલ તથા મોટા છાપરાના સરપંચ અજયભાઇ ઠાકોર પણ બી.જે.પી.ના વિરોધમાં રાજીનામું આપી દીધું છે.

English summary
Gujarat Election 2017:BJP workers resigned in Daskoi after BJP candidate list has been announced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X