કોંગ્રેસની યાદીમાં પાટીદારોને પ્રાધન્ય મળે તેવી શક્યતા

Subscribe to Oneindia News

કોંગ્રસ અને પાસ વચ્ચે જે રીતે અનામતના મુદ્દે બેઠકો ચાલી છે અને બાંભણિયાના અલ્ટિમેટમ બાદ રવિવારે ફરી એક વાર અનામતના મુદ્દે કોંગ્રેસ પોતાનુ વલણ સ્પષ્ટ કરે એવી શક્યતા છે. આ બેઠક માટે કોંગ્રેસે પાસના આગેવાનોને મિટિંગ માટે આમંત્રણ પણ આપ્યું છે. બીજી બાજુ, કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થવાની પણ શક્યતા છે, ત્યારે હવે આ મંત્રણામાં પાટીદારોને અનામતના મુદ્દે શું મળે છે તેની પણ ચર્ચા થઈ રહી છે. પાસ અને કોંગ્રેસ નેતાઓની અત્યાર સુધી માત્ર બેઠકો જ થઈ છે અને હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવ્યો. આ કારણે પાસના અગ્રણીઓ થોડા રોષમાં પણ છે.

Congress

એક એવી પણ ચર્ચા છે કે, કોંગ્રેસ દ્વારા જો પાટીદારોને વધારે ટિકિટ ફાળવાશે તો જ કોંગ્રેસને પાટીદારોનું સમર્થન મળી શકે છે. હવે આ મુદ્દો ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે કોગ્રેસ તેની યાદી બહાર પાડીને ઉમેદવારોના નામ પરથી પડદો ઉઠાવશે. બીજી બાજુ, રેશ્મા પટેલ અને વરુણ પટેલ બાદ અન્ય 4 પાસ કન્વીનરો ભાજપમાં જોડાઇ ગયા છે. કેતન પટેલ, શ્વેતા પટેલ અને અમરીશ પટેલ શનિવારે પાસમાં જોડાયા હતા. એ પહેલાં ગુરૂવારે પૂર્વ પાસ કન્વીર ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. કેતન પટેલ અને ચિરાગ પટેલ ક્યારેક હાર્દિકના ખાસ મનાતા હતા. આવા સંજોગોમાં ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ પાટીદાર અનામત મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે એ અત્યંત જરૂરી થઇ પડ્યું છે.

English summary
Gujarat Election 2017: Will Congress give priority to Patidar Candidates in the list? It's important for Congress to make their stand clear about Patidar Reservation considering the current scenario.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.