મૂર્ખાઓએ દરખાસ્ત કરી, મૂર્ખાઓએ સ્વીકારી:નીતિન પટેલ

Written By:
Subscribe to Oneindia News

બુધવારે પાસ કન્વીનર હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી કોંગ્રેસ અને પાસ વચ્ચે અનામત મામલે થયેલ સમજૂતી અંગે અધિકૃત જાહેરાત કરી હતી. એ પછી લગભગ તુરંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે હાર્દિક પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'પાસ અને કોંગ્રેસ આજે ખુલ્લા પડી ગયા છે. કહેવાતું આંદોલન અને હાર્દિકની વાતો કોંગ્રેસના ઇશારે હતી, એ વાત છેલ્લા એક મહિનામાં થયેલ બનાવોએ સાબિત કરી છે. પાટીદાર સમાજમાં ભાગલા પાડી તેમને ગેરમાર્ગે દોરવાની આ વાત છે. હાર્દિકે કોઇ મોટા ધર્મગુરૂની માફક પત્રકાર પરિષદ કરી સારા શબ્દો વાપરાવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ અને પાસ વચ્ચેની સોદાબાજીના ભાગરૂપે એને જે પત્ર આપવામાં આવ્યો, એ તેમણે પત્રકારો સામે વાંચ્યો છે. હાર્દિકે બધા સાથે ચર્ચા કરી એમ માત્ર કહ્યું છે, પરંતુ બધાની સહીવાળો પત્ર ક્યાંય રજૂ કર્યો નથી. હાર્દિકની મૂળ માંગ ઓબીસીની હતી, હવે હાર્દિક મૂળ માંગથી જ ખસી ગયો છે. તો આટવા વર્ષ સુધી એણે શું કર્યું? આજે જાતે જ સ્વીકાર્યું કે, ઓબીસીમાં અનામત શક્ય નથી.'

nitin patel

'પાટીદારોનો સોદ કરવાવાળા ફાવશે નહીં'

નીતિન પટેલે આગળ કહ્યું કે, 'કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે. પાટીદાર સમાજનો સોદો કરવાવાળા ફાવશે નહીં. આ આંદોલન કોંગ્રેસના પૈસા અને માર્ગદર્શનથી ચાલતું હતું. શિક્ષણમાં અનામતના નામે પાટીદાર સમાજને ભરમાવવામાં આવે છે. નબળા લોકોને ટકાવી રાખવા માટે કોંગ્રેસ આવું કરી રહી છે. આટલા દિવસોની મોડી રાત સુધીની બધી બેઠકો પણ નાટક હતું. હાર્દિકે આજે પત્રકાર પરિષદ કરી પરંતુ ઉંઝા ઉમિયા ધામ કે પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા SPG સાથે પણ ચર્ચા કરી નથી. કોંગ્રેસ અને પાસ બંને મુર્ખ છે. મુર્ખાઓએ દરખાસ્ત કરી અને મુર્ખાઓએ સ્વીકારી. હાર્દિક પટેલને જેટલું છેતરાવું હોય એટલું છેતરાય, પરંતુ પાટીદાર સમાજને છેતરવાનો તેને હક્ક નથી.' 

હાર્દિક 2.5 વર્ષ સુધી રાજકારણમાં નહીં જોડાય, કારણ કે...

'50 ટકાથી વધારે અનામત કોઇ કાળે શક્ય નથી. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. હાર્દિક તો નાદાન છે, પરંતુ કોંગ્રેસના કપિલ સિબ્બલ અને શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ તો કાયદો અને નિયમ જાણે છે. તેમણે પણ પોતાની બુદ્ધિને તાળા મારી દીધાં છે. હાર્દિકને કહેવા માંગુ છું, કે તું વેચાયો, સમાજને વેચવા નીકળીશ નહીં. હાર્દિકે રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે, એમાં જાણે મોટું બલિદાન આપતો હોય એમ કહે છે. 25 વર્ષ સુધી એને ક્યાંય એને રાજકારણમાં હોદ્દો મળી શકે એમ નથી, આથી આ નિર્ણય કર્યો છે. હાર્દિકે જે કર્યું તે આખા સમાજે જોયું છે. પાસને તાળા મારી દો અને કોંગ્રેસમાં જોડાઇ જાઓ. પાસને તાળા તો પાટીદારો જ મારી દેશે.'

'હાર્દિક નાદાન છે, માટે એનું સાંભળી લઇએ છીએ'

'આંદોલનને નામે હાર્દિકને રૂતબો અને સમાજનો પ્રેમ મળ્યો છે, પરંતુ એ ટેમ્પરરી છે. સમાજની એક્તા માટે એનું સાંભળી લઇએ છીએ. બાકી એની જેટલી ઉંમર છે, એના કરતા વધુ વર્ષો તો મને ધારાસભ્ય તરીકે થયા છે. એ નાદાન છે, અપરિપક્વ છે, આથી એનું સાંભળી લઇએ છીએ. પણ એ સાંભળી લે કે, તમે બધા ખરતા તારા જેવા છો. રાજસ્થાનના સરકારનો ચૂકાદાનું ઉદાહરણ આપે છે, એની પર 10 દિવસ પહેલાં જ સ્ટે આપવામાં આવ્યો હતો. અત્યારે હાર્દિક અને એના ટેકેદારો કોંગ્રેસના મહોરા બની બેઠા છે, પરંતુ ગુજરાતમાં પાટીદાર સમાજ તેમને છોડશે નહીં. સમાજ તમને શોધી શોધીને બદલો લેશે. હાર્દિકને કહેવા માંગુ છું, કે તમે જ્યારે જેલમાં હતા ત્યારે છૂટવા માટે, જામીન માટે જે વિનંતી કરતા હતા, અમારી મદદ માંગતા હતા એ બધું યાદ રાખો. હું તમારા જેવો અપરિપક્વ નથી, માટે બધું જાહેર નહીં કરું. જ્યારે જરૂર પડી ત્યારે તમારી મદદ પણ કરી છે. સમાજની એક્તા ખાતર કરી હતી મદદ.'

English summary
Gujarat Election 2017: Deputy CM Nitin Patel addressed press conference after PAAS convener Hardik Patel's PC.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.