કોંગ્રેસની સરકાર હતી ત્યારે કેટલો વિકાસ થયો હતો?: નિર્મલા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષમાં રક્ષામંત્રી નિર્મલા સીતારામન અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જેમાં તે ભાજપના ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન તેણે કોંગ્રેસ પર પ્રહાર કરતા નર્મદા અને ગુજરતના કોંગ્રેસ સરકાર સમયે વિકાસલક્ષી કામ પર નિશાનો બનાવ્યો હતો. નિર્મલા સીતારામને જણાવ્યુ હતું, કોંગ્રેસ હાલ ગુજરાતમાં એવા મુદ્દાઓને લઇને આવી રહી છે જાણે સરકાર તેમની હોય. જ્યારે તેમની સરકાર હતી ત્યારે તો તેમણે ગુજરાતના વિકાસ માટે એક પણ કામ કર્યુ નથી. આ પછી મોરારજીભાઈ દેસાઇની સરકાર હોય કે માધવસિંહ સોલંકીની. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ પર વાત કરતા નિર્મલાએ કહ્યુ કે જ્યારે કેન્દ્રમાં તેમની સરકાર હતી ત્યારે તેમણે ક્યારે પણ આ પ્રોજેક્ટ પર પોતાનો સહકાર નથી આપ્યો. અને આજે ચૂંટણીમાં તેઓ ગુજરાતના લોકોને ખોટા વિકાસના વાયદાઓ આપે છે.

Nirmala Sitharaman

સાથે જ તેમણે કોંગ્રેસ પર જાતિવાદ ફેલાવાની અને જાતિવાદની માનસિકતા સાથે ચૂંટણી લડવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ વિકાસના પંથે ચૂંટણી લડી રહ્યો છે જ્યારે કોંગ્રેસ આજે પણ જાતિવાદ પર ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને પરેશ રાવલ પણ જન સંપર્ક અભિયાન માટે ગુજરાત આવશે. સ્મૃતિ ઇરાની જ્યાં નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાં જ પરેશ રાવલ વટવા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.

Nirmala Sitharaman
English summary
Gujarat Election 2017 : Defence minister Nirmala Sitharaman Press Conference in Ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.