ચૂંટણી પંચની પત્રકાર પરિષદ, રાજ્યમાં 1.63 ટકા વીવી પેટ બદલાયા
ગુરૂવારે એક તરફ જ્યાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું. આ ચૂંટણીમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં 1.63 ટકા વીવી પેટ મશીન બદવામાં આવ્યા છે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુરૂવારે એક તરફ જ્યાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, તે દરમિયાન બપોરે ચૂંટણી પંચ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન થયું છે, તેમજ છૂટાછવાયા બનાવોને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદના પગલે કુલ 1.63 ટકા વીવીપેટ બદલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સવારથી રાજ્યમાં ઠેર ઠેર ઇવીએમ તથા વીવીપેટ ખામી વળા હોવાની ફરિયાદો મળી રહી છે. તો ક્યાકં બ્લુટુથ કનેક્ટ થતા હોવાને પણ ફરિયાદો છે. બનાસકાંઠાના થરાદમાં 8 બોગસ મતદારો પણ ઝડપાયા છે.

તો 0.88 ટકા બેલેટ યુનિટ બદલાયા હતા. જ્યારે 0. 6 ટકા કંટિરોલ યુનિટ બદલવામાં આવ્યા હતા. રાજ્યમાં જેમના નેતૃત્વમાં ચૂંટણીની તમામ તૈયારીઓ સંપન્ન થઈ હતી, તેવા ચૂંટણી અધિકારી બી.બી સ્વૈને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
