For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુલ્લા પત્ર મામલે આર્ક બિશપને ચૂંટણી પંચની નોટિસ

થોડા દિવસ પહેલા અમદાવાદના એક વર્તમાનપત્રમાં ખ્રિસ્તી પાદરી આર્ક બિશપનો પત્ર છપાયો હતો.હવે આ પત્ર મામલે આર્ક બિશપને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે.આ અંગે વધુ વાંચો અહીં

By Oneindia
|
Google Oneindia Gujarati News

થોડા દિવસ પહેલા અમદાવાદના એક વર્તમાનપત્રમાં ખ્રિસ્તી પાદરી આર્ક બિશપનો પત્ર છપાયો હતો. આ વાતે ઘણો હોબાળો પણ થયો હતો. હવે આ પત્ર મામલે આર્ક બિશપને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે. આ પત્ર બિશપે 21 નવેમ્બરના રોજ લખ્યો હતો. આ બાબતે ચૂંટણી પંચે તેમનો નોટિસ પાઠવીને સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું હતું.

Gujarat BJP

ખ્રિસ્તી સમાજનાં આર્ક બિશપ દ્વારા બધાને મતદાનની ફરજ પૂર્ણ કરવા માટે લખવામાં આવેલા પત્રને લઇને ભારે હોબાળો થયો હતો. ભાજપ દ્વારા ચૂંટણી સમયે જ આ પ્રકારના ફતવાઓ બહાર પાડતાં ધર્મગુરુઓ સામે સખત વિરોધ નોંધાવીને આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવા માંગણી કરવામાં આવી હતી. બીજી બાજુ ભારે હોબાળા બાદ આર્ક બિશપ થોમસ મેકવાને એવી સ્પષ્ટતા કરી હતી હતી કે, જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે બધા જ લોકો મતદાનની પવિત્ર ફરજ પૂર્ણ કરે તેવા હેતુથી અમે આ પ્રકારના પત્ર લખતાં જ હોઈએ છીએ. આ પ્રકારનાં પત્રનો હેતુ કોઈ ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો કરાવવાનો નથી હોતો.

English summary
Gujarat Election 2017: Election Commission sent a notice to archbishop of Ahmedabad after his open letter related to assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X