ગુજરાત ચૂંટણી: BJPને મોટો ફટકો, જીજ્ઞેશ અને અલ્પેશની થઇ જીત

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તાધારી પક્ષ ભાજપ સામે ત્રણ યુવા નેતાઓનો પડકાર હતો, જેમાંથી એક હતા દલિત નેતા જીજ્ઞેશ મેવાણી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી પર સૌની નજર હતી. હાર્દિકે રાજકારણમાં આવવાની સ્પષ્ટ ના પાડી હતી, તો જીજ્ઞેશ મેવાણીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જીજ્ઞેસ મેવાણીને સમર્થન કરતાં કોંગ્રેસે આ બેઠક પરથી પોતાનો કોઇ ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો અને તેમની આ રણનીતિ સફળ રહી છે. વડગામ બેઠક પરથી દલિત નેતા જીજ્ઞેશ મેવાણી જીતી ગયા છે.

alpesh thakor jignesh mevani

ભાજપ માટે આ ચિંતાજનક સમાચાર કહી શકાય. કોંગ્રેસ આ વખતે ત્રણ યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીના સથવારે ભાજપની વિજયગાથા રોકવાનો પ્રયત્ન કરી રહી હતી અને તેમનો આ પ્રયત્ન એક રીતે સફળ થયો છે, જે વાત જીજ્ઞેશ મેવાણીની જીત પરથી સાબિત થાય છે. હાર્દિક પટેલ પણ ભાજપને હરાવવાના મત સાથે કોંગ્રેસ તરફી વલણ દર્શાવી ચૂક્યા છે. ત્યાર બાદ હવે વડગામ બેઠક પરથી જીજ્ઞેશ મેવાણીની જીત ભાજપ માટે આંચકા સમાન છે. ભાજપને બીજો ઝાટકો મળ્યો છે, અલ્પેશ ઠાકોરની જીતના રૂપમાં. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત થઇ છે. આ બેઠક પર અલ્પેશ ઠાકોરને ટક્કર આપવા માટે ભાજપે પણ ઠાકોર કાર્ડ પ્લે કર્યું હતું અને લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે, ભાજપના રાજકીય સમીકરણો ઊંધા વળતાં અલ્પેશ ઠાકોરની જીત થઇ છે.

English summary
Gujarat Election 2017 jignesh mevani won from vadgam seat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.