ગુજરાત ચૂંટણી ઓપિનિયન પોલ: BJPને નુકસાન, કોંગ્રેસને ફાયદો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં એબીપી ન્યૂઝ અને સીએસડીએસ દ્વારા ઓપિનિયમ પોલ કરવામાં આવ્યો છે. ઓપિનિયન પોલ 50 વિધાનસભા બૂથો પર 26-30 નવેમ્બર વચ્ચે આ પોલ કરવામાં આવ્યો છે. સર્વેમાં 3665 લોકોએ પોતાનો મત આપ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને 43-43 ટકા મત મળ્યા છે. ભાજપને 95 અને કોંગ્રેસને 82 બેઠકો મળી છે. સર્વે અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સુધારાઓથી ગુજરાતના વેપારી ખાસ ખુશ નથી. ઉત્તર ગુજરાતમાં ભાજપને 45 ટકા અને કોંગ્રેસને 49 ટકા મત મળ્યા છે. સૌરાષ્ટ્રના ગામમાં 54 બેઠકોમાંથી 49 પર કોંગ્રેસ અને ભાજપને 43 ટકા મત મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને 40 અને કોંગ્રેસને 42 ટકા મત મળ્યા છે. મધ્ય ગુજરાતમાં ભાજપને 41 અને કોંગ્રેસને 40 ટકા મત મળ્યાં છે.

rahul gandhi narendra modi

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 બેઠકો પર ગામડાઓમાં કોંગ્રેસ આગળ છે, જ્યારે શહેરોમાં ભાજપ આગળ છે. પટેલોના વર્ચસ્વવાળા વિસ્તારોમાં ભાજપને 45 ટકા અને કોંગ્રેસને 39 ટકા મત મળી રહ્યાં છે. આદિવાસી અને દલિત મતદારોનો ઝુકાવ કોંગ્રેસલ તરફ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મતદારો ગણાતા કોળી સમાજનો ઝુકાવ ભાજપ સાથે જતો જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર, જીએસટી અને નોટબંધીથી ગુજરાતના વેપારી નારાજ છે અને મોટા ભાગના વેપારી કોંગ્રેસ સાથે ચાલી રહ્યા છે. 40 ટકા વેપારી ભાજપને મત આપી શકે છે, જ્યારે 43 ટકા વેપારી કોંગ્રેસ સાથે જાય એવી શક્યતા છે. જીએસટીથી 37 ટકા વેપારી ખુશ, જ્યારે કે 44 ટકા વેપારી નારાજ છે. ગુજરાતના 19 જિલ્લાઓમાં ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ 9 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બાકીના 14 જિલ્લાઓમાં 14 ડિસેમ્બરના રોજ મતદાન થશે. ગુજરાતમાં 4.3 કરોડ મતદાર છે. કુલ 50 હજાર 128 મતદાન મથકો પર મતદાન પૂર્ણ કરાવવામાં આવશે. ચૂંટણી લડી રહેલ ઉમેદવારો માટે મહત્તમ ખર્ચની સીમા 28 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

English summary
Gujarat Election 2017: Opinion poll who will be next chief minister Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.